શાહીન બાગઃ કપિલ ગુર્જરના ખુલાસા બાદ AAP પર ભાજપ આક્રમક, કહ્યું- દેશ માફ નહીં કરે, જનતા આપશે જવાબ

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને AAP પર મોટો હુમલો કર્યો છે. નડ્ડાએ કહ્યું, 'દેશ અને દિલ્હીની જનતાએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો છે. 
 

 શાહીન બાગઃ કપિલ ગુર્જરના ખુલાસા બાદ AAP પર ભાજપ આક્રમક, કહ્યું- દેશ માફ નહીં કરે, જનતા આપશે જવાબ

નવી દિલ્હીઃ શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિની આપના નેતાઓની સાથે તસવીરો સામે આવ્યા બાદ દિલ્હીની ચૂંટણીના તાપમાનમાં એકાએક વધારો થયો છે. આ તસવીરને લઈને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યો છે. નડ્ડાએ કહ્યું કે, આજે આપના આતંકી ગતિવિધિઓને અંજામ આપનારની સાથે સંબંધ સામે આવ્યા છે. 

તસવીરોમાં સંજય સિંહની સાથે કપિલ ગુર્જર
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને પૂછપરછ દરમિયાન કપિલના ફોનમાંથી ઘણી તસવીરો મળી છે, જેમાં આપમાં જોડાવાની તસવીર પણ સામેલ છે. આ તસવીરોમાં કપિલ પોતાના પિતા અને અન્ય લોકોની સાથે આપનું સભ્યપદ લઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું, 'અમારી શરૂઆતી તપાસમાં કપિલના ફોનમાંથી કેટલિક તસવીરો મળી છે, જેનાથી તે સાબિત થાય છે અને તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પિતા એક વર્ષ પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

— Jagat Prakash Nadda (@JPNadda) February 4, 2020

આતંકી ગતિવિધિઓને અંજામ આપનારની સાથે સંબંધ આવ્યા સામે
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને AAP પર મોટો હુમલો કર્યો છે. નડ્ડાએ કહ્યું, 'દેશ અને દિલ્હીની જનતાએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો છે. રાજકીય લાલચ માટે કેજરીવાલ અને તેના લોકોએ દેશની સુરક્ષાને પણ વેચી દીધી છે. પહેલા કેજરીવાલ સેનાનું અપમાન કરતા હતા અને આતંકીઓની વકાલત પરંતુ આજે તેમનો આતંકી ગતિવિધિઓને અંજામ આપનારની સાથે સંબંધ સામે આવ્યા છે.'

— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) February 4, 2020

— ANI (@ANI) February 4, 2020

આપના કાર્યકર્તાએ ચલાવી ગોળી
નડ્ડાએ કહ્યું કે, આ કેજરીવાલ અને તેની પાર્ટીએ દેશને ખંડિત કરનારૂ નિવેદન આપનાર ટુકડે-ટુકડે ગેંગને બચાવીને રાખ્યા છે. શરજિલ ઇમામના પક્ષમાં રાજકીય પાસા ફેંક્યા હતા, પરંતુ જ્યારે દિલ્હી પોલીસે તેને પકડી લીધો અને તેના ઇરાદા પર પાણી ફરી ગયું પછઈ તેમણે આપ પાર્ટીના કાર્યકર્તા પાસે ગોળી ચલાવી દીધી. 

— ANI (@ANI) February 4, 2020

નડ્ડાએ ટ્વીટમાં આગળ કહ્યું, 'PFI જેવા કટ્ટરવાદી આતંકી સંગઠનની સાથે AAPના ધારાસભ્ય અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી ઇમામ હુસૈનની તસવીરો આજે દેશે જોઈ. એફપીઆઈની ગતિવિધિએ દેશની અસ્મિતા અને સુરક્ષાને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે દેશ જાણે છે પરંતુ કમાલ છે કે કેજરીવાલ તેની સાથે ઉભા છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news