જેપી નડ્ડા

સચિન પાયલોટના ભાજપમાં સામેલ થવાની અટકળો તેજ, આજે નડ્ડા સાથે કરી શકે છે મુલાકાત

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સચિન પાયલોટ ભાજપમાં સામેલ થઈ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે પાયલોટ આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. 

Jul 13, 2020, 07:31 AM IST

જેપી નડ્ડાનો સોનિયા ગાંધીને સવાલ- 'જનતાના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને કેમ આપ્યા?'

ભાજપ અધ્યક્ષ (BJP Chief) જેપી નડ્ડાએ શનિવારના એક પ્રેસ કોન્ફરેન્સ કરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને કેટલાક સવાલ પુછ્યા. તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિંગને લઇને કોંગ્રેસને ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીથી સંબંધો વિશે પુછ્યું. જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું કે, કોરોના વાયરસ સંકટની આડમાં સોનિયા ગાંધીએ તે સવાલોથી બચવું ન જોઇએ જે દેશ જાણવા માગે છે.

Jun 27, 2020, 06:25 PM IST

જેપી નડ્ડાનો આરોપ-UPAના કાર્યકાળમાં PMNRFના પૈસા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને અપાયા

ચીનના મુદ્દે કોંગ્રેસ જ્યાં મોદી સરકારને ઘેરી રહી હતી ત્યાં ભારતીય જનતા પાર્ટી તરફથી હવે કોંગ્રેસને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડ (PMNRF)માંથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા ડોનેટ કરવામાં આવ્યાં. 

Jun 26, 2020, 11:20 AM IST

ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોશિયલ ડિસ્ટેન્સિંગની સલાહ આપી છે પરંતુ ભાજપ અને લોકો વચ્ચે એમ ન થઈ શકે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વમાં અમે વર્ચુઅલ રેલીઓ દ્વારા લોકો સાથે સંપર્ક કરી રહ્યાં છીએ. 
 

Jun 8, 2020, 06:08 PM IST

EXCLUSIVE: ભારત-ચીન બોર્ડર વિવાદ પર ભારત સરકારની નજર- જેપી નડ્ડા

 દેશ પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે. ભારત-ચીન બોર્ડર વિવાદ (India-China face off) પર ભારત સરકારની નજર છે. ભારતનું ગૌરવ અખંડ રહેશે. દેશના ગૌરવ માટે કંઈ પણ કરીશું. આ વાત ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. નડ્ડાએ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

Jun 5, 2020, 04:52 PM IST

કોંગ્રેસ અને ગાંધી પરિવારે કોરોના સંકટ દરમિયાન માત્ર રાજકારણ કર્યું: જેપી નડ્ડા

Zee Newsના એડિટર-ઇન ચીફ સુધીર ચૌધરી (Sudhir Chaudhary)ને આપેલા એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યૂમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં કોરોના સામે લડતમાં જે રાજનીતિ બનાવવામાં આવી, તે સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે.

Jun 5, 2020, 03:39 PM IST

શું 2024માં BJP જીતની હેટ્રિક લગાવશે? જેપી નડ્ડાએ આપ્યો આવો જવાબ

મોદી સરકાર 2.0નું એક વર્ષ પુરૂ થતાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પત્રકાર પરિષદ કરીને પાર્ટી અને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું કે મોદી સરકાર બીજા કાર્યકાળના પ્રથમ વર્ષમાં ખૂબ નિર્ણાયક નિર્ણય લેવામાં આવ્યા છે.

May 30, 2020, 06:05 PM IST

મોદી સરકાર 2.0નું પ્રથમ વર્ષ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગણાવી સિદ્ધિઓ

મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે એક વર્ષ પૂરુ થયું છે. તેના પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પત્રકાર પરિષદ કરી હતી. નડ્ડાએ જણાવ્યુ કે, મોદીની નીતિઓને કારણે કોરોનાને ભારતમાં કંટ્રોલ કરવામાં આવ્યો છે. 

May 30, 2020, 01:21 PM IST

ભાજપના અધ્યક્ષ બનતા જ પ્રથમ 'ટેસ્ટ'માં ફેલ થયા જેપી નડ્ડા, દિલ્હીમાં ભાજપને મળી માત્ર 8 સીટ

આ ચૂંટણી ન માત્ર સ્થાનિક નેતાઓ પરંતુ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા માટે પણ પરીક્ષા હતા. નડ્ડા અધ્યક્ષ બ્યા બાદ કોઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ મોટી હાર છે. 
 

Feb 11, 2020, 08:31 PM IST

કેજરીવાલને પ્રચંડ બહુમત, ભાજપે સ્વીકારી હાર, કહ્યું- અમે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશું

ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલી હારનો સ્વીકાર કરી લીધો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ જનાદેશનો સ્વીકાર કરતા કહ્યું કે, તેમની પાર્ટી રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવશે.

Feb 11, 2020, 05:11 PM IST

શાહીન બાગઃ કપિલ ગુર્જરના ખુલાસા બાદ AAP પર ભાજપ આક્રમક, કહ્યું- દેશ માફ નહીં કરે, જનતા આપશે જવાબ

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને AAP પર મોટો હુમલો કર્યો છે. નડ્ડાએ કહ્યું, 'દેશ અને દિલ્હીની જનતાએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો છે. 
 

Feb 4, 2020, 10:38 PM IST

ગેરસમજણ દૂર, હવે અકાલી દળ દિલ્હી ચૂંટણીમાં કરશે ભાજપનું સમર્થન

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અકાલી દળે ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. પહેલા તેમે સીએએના મુદ્દા પર નારાજ થઈને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. તેની માગ હતી કે તેમાં બધા ધર્મોને સામેલ કરવામાં આવે. 
 

Jan 29, 2020, 07:16 PM IST
JP Nadda Addressed From Delhi BJP Office PT1H8M57S

દિવસરાત મહેનત કરીને પક્ષને વધુ મજબૂત કરીશું: જેપી નડ્ડા

જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત મોટા નેતાઓની હાજરીમાં તેમને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમની સામે સૌથી મોટો પડકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી હશે. જેપી નડ્ડાએ પોતાના ભાઇ સાથે દિલ્હી મુખ્યાલયમાં મુલાકાત કરી. તેમને સર્વાનુમતે ભાજપના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા.

Jan 20, 2020, 08:00 PM IST
Super Fast Top News: JP Nadda Takes Charge As BJP's 12th National President PT22M37S

સુપર ફાસ્ટ ન્યૂઝ: જેપી નડ્ડાએ ભાજપના 12માં રાષ્ટ્રિય અધ્યક્ષ તરીકે સંભાળ્યો ચાર્જ

જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત મોટા નેતાઓની હાજરીમાં તેમને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમની સામે સૌથી મોટો પડકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી હશે. જેપી નડ્ડાએ પોતાના ભાઇ સાથે દિલ્હી મુખ્યાલયમાં મુલાકાત કરી. તેમને સર્વાનુમતે ભાજપના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા.

Jan 20, 2020, 07:35 PM IST
Jagat Prakash Nadda Becomes National President Of BJP PT20M39S

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા જે.પી.નડ્ડા

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) બની ગયા છે. સોમવારે ભાજપ સ્થિત મુખ્યાલયમાં જેપી નડ્ડા નિર્વિરોધ આ પદ માટે ચૂંટાયા હતા. રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી અને પૂર્વ મંત્રી રાધામોહન સિંહે જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ બનવા અંગેની જાહેરાત કરી હતી. ભાજપમાં અધ્યક્ષ પદ કોઇપણ પ્રકારના મુકાબલા વિના ચૂંટવાની પરંપરા રહી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 2020 સુધી રહેશે.

Jan 20, 2020, 07:00 PM IST
CM Rupani Says Party Strong Under Leadership Of JP Nadda PT4M1S

જેપી નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટી મજબૂત થશે: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝી 24 કલાક સાથે દિલ્હીમાં એક્સકલુસીવ વાતચીતમાં કહ્યું કે જે પી નડડાની અધ્યક્ષતામાં પણ પાર્ટી મજબૂત થશે. તેમની સામે કોઈ પણ ચેલેન્જ નથી. અમિત શાહ અને મોદીજીએ એક દિશા આપી છે. પાર્ટીને તે દિશાથી તે સરળતાથી પાર્ટીને ઊંચાઈ પર પહોંચાડશે.

Jan 20, 2020, 05:50 PM IST

જેપી નડ્ડા બન્યા ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, મોદીએ કહ્યું અમે સ્કૂટર પર બેસીને પાર્ટીનું કામ કર્યું છે

જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર થયા છે. અમિત શાહ, રાજનાથ સિંહ, નિતિન ગડકરી સહિત મોટા નેતાઓની હાજરીમાં તેમને સર્વાનુમતે અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. અધ્યક્ષ તરીકે તેમની સામે સૌથી મોટો પડકાર દિલ્હી વિધાનસભા ચૂંટણી હશે

Jan 20, 2020, 04:29 PM IST

BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા, સર્વાનુમતે વરણી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવા અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (જેપી નડ્ડા) બની ગયા છે. સોમવારે ભાજપ સ્થિત મુખ્યાલયમાં જેપી નડ્ડા નિર્વિરોધ આ પદ માટે ચૂંટાયા હતા.

Jan 20, 2020, 03:28 PM IST
JP Nadda regestration for BJP National President PT15M24S

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે જેપી નડ્ડાએ નામાંકન કર્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે જે પી નડ્ડાએ નામાંકન કર્યું છે. અમિત શાહે જે પી નડ્ડાના નામનો પ્રસ્તાવ કર્યો છે. અમિત શાહ અને સીએમ રૂપાણી સહિત બીજેપી શાસિત પ્રદેશના તમામ સીએમ, પ્રદેશ અધ્યક્ષ અને સંઘટન મંત્રી હાજર રહ્યા.. બપોરે 2.30 કલાકે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને 5000 થી વધુ કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરાશે.

Jan 20, 2020, 12:05 PM IST
JP Nadda regestration for BJP National President , know his political history PT23M36S

5000થી વધુ કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જેમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ-નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહેશે. આજે સાંજે ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાશે.

Jan 20, 2020, 11:55 AM IST