રાહુલ ગાંધીમાં ન તો ગુણ છે અને ન તો તેમની પાસે કોઇ કાબેલિયત: ભાજપનો પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી સરકારમાં દલાલો માટેનો રસ્તો બંધ થઇ ગયો છે જેના કારણે રાહુલ ગાંધી પરેશાન છે

રાહુલ ગાંધીમાં ન તો ગુણ છે અને ન તો તેમની પાસે કોઇ કાબેલિયત: ભાજપનો પ્રહાર

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે શનિવારે રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો અંગે વળતો પ્રહાર કર્યો. પ્રસાદે રાહુલ ગાંધીનાં નિવેદનની આલોચના કરતા કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે દેશમાં કોઇએ વડાપ્રધાન મુદ્દે એવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. પ્રસાદે કહ્યું કે, વચેટિયાઓને ગાંધી પરિવારે સૌથી વધારે બચાવ્યા.રાહુલ ગાંધી અને તેની માંની વિરુદ્ધ ચાર્જશીટ છે. 

દેશ-દુનિયાને રાહુલની વાત અંગે વિશ્વાસ નથી. તેમણે કહ્યું કે, અમારી સરકારમાં દલાલો માટે રસ્તાઓ બંધ થઇ ગયા હોય તો રાહુલ પરેશાન છે. કોંગ્રેસનો ઇતિહાસ ભ્રષ્ટાચાર યુક્ત જ રહ્યો છે. 

હથિયારોની સાથે 20 ટકા સસ્તુ વિમાન ખરીદ્યું
ભાજપ નેતાએ કહ્યું કે, ઇમાનદારીના પ્રતીક વડાપ્રધાન મોદીને રાહુલ ગાંધીએ ચોર કહ્યા, જ્યારે મોદી સરકારે રાફેલ ડીલમાં હથિયારોની સાથે 20 ટકા સસ્તું વિમાન ખરીદ્યું છે. તેમણે કહ્યું કે,ફ્રાંસની સરકારે રાહુલ ગાંધીનાં નિવેદનનું ખંડન કર્યું છે. રાહુલ દરેક સ્થળ પર ગોટાળાની રકમ અલગ - અલગ ગણાવે છે. અમારી સરકારે પહેલા જ એમઓયુ સાઇન થઇ ચુક્યું હતું અને વર્ષ 2012માં જ રિલાયન્સનું નામ આપવામાં આવ્યું હતું. 

રાહુલબન્યા દુશ્મન દેશોનાં હાથોની કઠપુતળી
કેન્દ્રીય મંત્રીએ ક્હ્યું કે, કોંગ્રેસ કરી રહી છે કે રાફેલનો ભાવ જણાવી દો. અમે પુછવા માંગીએ છીએ કે શું તેઓ ઇચ્છે છે કે દેશના દુશ્મન તૈયાર થઇ જાય. શું તેઓ પાકિસ્તાનની મદદ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, હું સંપુર્ણ જવાબદારી સાથે તેમ કહી રહ્યો છું કે રાહુલ ગાંધી ભારતના દુશ્મન દેશોનાં હાથની કઠપુતળી બનીને રાફેલ વિમાન ખરીદીની જાહેરાત પર જોર આપી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ ઓલાંદના નિવેદન પર માંગી હતી વડાપ્રધાન મોદી પાસે સ્પષ્ટતા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાન સોદામાં ઓફસેટ ભાગીદાર સંદર્ભે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના કથિત નિવેદન મુદ્દે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હૂમલો કરતા કહ્યું કે, મોદી સ્પષ્ટતા કરે, કારણ કે એક બીજા દેશોનાં પૂર્વ રાષ્ટ્રપતિએ તેમને ચોર કહ્યા છે. 

રાહુલ ગાંધીએ લગાવ્યા હતા અંબાણી સાથે ડીલના આરોપ
રાહુલે કહ્યું કે, ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ વડાપ્રધાન મોદીનાં કહ્યા બાદ અનિલ અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. એક તરફ તેઓ કહી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન ચોર છે. તેમણે કહ્યું કે, પહેલીવાર છે કે કોઇ બીજા દેશના પૂર્વ રાષ્ટ્રપતિએ અમારા વડાપ્રધાનને ચોર કહ્યા છે. ભ્રષ્ટાચારી કહ્યા છે. આ ભ્રષ્ટાચાર, સંર7ણ અને અમારા જવાનોના ભવિષ્યનો મુદ્દો છે. વડાપ્રધાન સંપુર્ણ ચુપ છે. તેઓ એક પણ શબ્દ નથી બોલી રહ્યા. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, ભારતના વડાપ્રધાને સ્પષ્ટતા કરવી જોઇએ. સમજવામાં નથી આવી રહ્યું કે, તેઓ શા માટે નથી બોલી રહ્યા. તેમણે કહ્યું કે, દેશનો ચોકીદારનો ચોર છે. તે સંપુર્ણ રીતે ભ્રષ્ટાચારનો કેસ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news