"વોટકટવા"ઓની હકાલપટ્ટી: ભાજપે 35 તો કોંગ્રેસે 39 નેતાઓને કર્યા સસ્પેન્ડ, હવે ના ઘરના ઘાટના

BJP Rebels: ભાજપ રાજસ્થાનમાં ગહેલોત ફરી રીપિટ ના થાય એ માટે મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે. ચૂંટણી પહેલાંના સરવે તો ગહેલોતની નૈયાને ડૂબતી દેખાડી રહ્યાં છે પણ રિઝલ્ટ બાદ જ ખબર પડશે કે રાજસ્થાનમાં કોની નૈયા પાર થઈ રહી છે.

"વોટકટવા"ઓની હકાલપટ્ટી: ભાજપે 35 તો કોંગ્રેસે 39 નેતાઓને કર્યા સસ્પેન્ડ, હવે ના ઘરના ઘાટના

Rajasthan assembly election: દેશમાં લોકસભા પહેલાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે. સૌથી વધારે રસાકસી એમપીમાં જોવા મળી રહી છે. મધ્ય પ્રદેશમાં મામાની સરકાર સામે એન્ટિઈન્કમ્બસીનો લાભ કોંગ્રેસને મળતો હોવાનો સરવે રિપોર્ટ જણાવી રહ્યાં છે. એટલે ભાજપ એમપી પર વધારે ભાર મૂકી રહી છે. ચૂંટણી પહેલાં થતા સરવેમાં છત્તીસગઢમાં કોંગ્રેસ રીપિટ થઈ રહી છે તો રાજસ્થાનમાં ગહેલોતને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 

૩૫ બળવાખોરોને છ વર્ષ માટે કાઢી મૂક્યા
મધ્ય પ્રદેશમં સૌથી વધારે ખેંચાતણ હોવાથી બંને પાર્ટીઓ આ રાજ્ય પર વધારે ફોકસ કરી રહી છે. અગાઉ કોંગ્રેસે  છ ધારાસભ્યો સહિત ૩૯ બળવાખોરોને પક્ષવિરોધી પ્રવૃત્તિઓ બદલ બહાર જવાનો દરવાજો દેખાડી દીધા પછી હવે ભાજપે પણ મધ્યપ્રદેશના ૩૫ બળવાખોરોને છ વર્ષ માટે કાઢી મૂક્યા છે. ભાજપે જેમને પક્ષમાંથી આઉટ કર્યા છે એમાં રૂસ્તમસિંઘ (પૂર્વ ધારાસભ્ય), કે.કે. શ્રીવાસ્તવ (પૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન ચૌહાણ (રાજ્યના પૂર્વ ભાજપ-પ્રમુખના પુત્ર) તથા કેદારનાથ સિધિ (વર્તમાન ધારાસભ્ય)નો સમાવેશ થાય છે. 

આ પહેલાં કોંગ્રેસે પણ 39 નેતાઓની યાદી જાહેર કરી હતી. જેમને 6 વર્ષ માટે ઘરભેગા કરી દેવાયા છે. બંને પાર્ટીઓ અશિસ્તને ચલાવવાના મૂડમાં નથી. બળવાખોરોને ઘરભેગા કરી સાફ સંદેશ આપ્યો છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને ચલાવવામાં નહીં આવે.

૨૦૦ બેઠકોના ઉમેદવારો જાહેર
ભાજપ રાજસ્થાનમાં ગહેલોત ફરી રીપિટ ના થાય એ માટે મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે. ચૂંટણી પહેલાંના સરવે તો ગહેલોતની નૈયાને ડૂબતી દેખાડી રહ્યાં છે પણ રિઝલ્ટ બાદ જ ખબર પડશે કે રાજસ્થાનમાં કોની નૈયા પાર થઈ રહી છે. કોંગ્રેસમાં પાયલોટ અને ગહેલોત જૂથનો ગજગ્રાહ કોંગ્રેસને ભારે પડી શકે છે.  રાજસ્થાનમાં કોંગ્રેસ હજુ કેટલીક બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના મામલે અટવાયેલી છે ત્યારે ભાજપે છઠ્ઠી યાદી બહાર પાડીને તમામ ૨૦૦ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. 

ભાજપની યાદીમાં વસુંધરા રાજેનો દબદબો હોવાનું ભાજપના નેતા સ્વીકારે છે. ભાજપના ૨૦૦ ઉમેદવારોમાંથી ૭૨ ઉમેદવારો વસુંધરાના સમર્થક હોવાનો દાવો કરાઈ રહ્યા છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં રાજેને નારાજ કરવાના મૂડમાં નથી. રાજેને પણ ટીકિટ આપી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં રાજસ્થાન ગુમાવવા માટે તૈયાર નથી. 

ભાજપે  સાંસદોને ટિકિટો આપી
વસુંધરાને નાથવા ભાજપે શરૂઆતની યાદીમાં સાંસદોને ટિકિટો આપી હતી પણ વસુંધરાના આકરા તેવર જોયા પછી ભાજપે વસુંધરાને નારાજ નહીં કરવાનું વલણ અપનાવ્યું છે. આ કારણે જ ગજેન્દ્રસિંહ શેખાવત સહિતના વસુંધરાના વિરોધી નેતાઓના સમર્થકોની ટિકિટો પણ કાપવામાં આવી છે. વસુંધરાના ઈશારે જ બેરોજગાર યુવક સંઘના પ્રમુખ ઉપેન યાદવને ટિકિટ અપાઈ છે. 

ભાજપે વસુંધરાના ખાસ ગણાતા ભૂતપૂર્વ મંત્રી અરુણ ચતુર્વેદીની ટિકિટ કાપી છે પણ તેમના સ્થાને વસુંધરાના બીજા નજીકના માણસ પત્રકાર ગોપાલ શર્માને ટિકિટ આપી છે. આમ ભાજપ ચૂંટણી જીત્યા બાદ પણ વસુંધરાને અવગણી નહીં શકે એ નક્કી છે કારણ કે એમના જૂથના ધારાસભ્યો વસુંધરાને ખુલ્લેઆમ ટેકો જાહેર કરશે. હાલમાં ગજેન્દ્રસિંહ શેખાવત એ હાઈકમાન્ડના ઈશારે રાજસ્થાનમાં સોગઠા ગોઠવી રહ્યાં છે વસુંધરા તૈયાર કરેલો લાડવો ખાઈ ન જાય એનો ડર પણ ગજેન્દ્રસિંહ શેખાવત જૂથને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news