Rinku Sharma Murder: ભાજપ નેતા કપિલ મિશ્રાએ રિંકૂ શર્માના પરિવાર સાથે કરી મુલાકાત, એક કરોડની સહાયની કરી જાહેરાત, કહ્યું- આ આતંકી ઘટના

ભાજપના નેતા પરિવાર સાથે મુલાકાત કરી કહ્યુ કે, રિંકૂ શર્મા જીની હત્યા આતંકી ઘટના છે. તેમણે આ સાથે પરિવારને સહાયતા આપવાની જાહેરાત કરી છે.

Rinku Sharma Murder: ભાજપ નેતા કપિલ મિશ્રાએ રિંકૂ શર્માના પરિવાર સાથે કરી મુલાકાત, એક કરોડની સહાયની કરી જાહેરાત, કહ્યું- આ આતંકી ઘટના

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ આપ ધારાસભ્ય કપિલ મિશ્રા (kapil mishra) એ રિંકૂ શર્માના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. તેમણે આ દરમિયાન શોકગ્રસ્ત પરિવારને એક કરોડની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં રિંકૂ શર્માની થોડા દિવસ પહેલા હત્યા કરવામાં આવી હતી. કપિલ મિશ્રાએ આ ઘટનાને આતંકી ઘટના ગણાવી છે. 

कुछ लोग जानबूझकर राम, मन्दिर, जय श्री राम के खिलाफ नफरत भर रहे हैं

हम मिलकर परिवार को एक करोड़ रुपये की सहायता दे रहे हैं #HinduEcosystem pic.twitter.com/IVA4ompPlT

— Kapil Mishra (@KapilMishra_IND) February 16, 2021

ભાજપ નેતાએ પરિવાર વાળા સાથે મુલાકાત કરી કહ્યુ કે, રિંકૂ શર્માની હત્યા આતંકી ઘટના છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો ઇરાદાપૂર્વક રામ, મંદિર, જય શ્રીરામ વિરુદ્ધ નફરત ભરી રહ્યા છે. અમે મળીને પરિવારને એક કરોડ રૂપિયાની સહાયતા આપીશું. તેમણે કહ્યુ કે, દુનિયાભરથી 9000થી વધુ લોકો પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા એક કરોડ રૂપિયાની સહાયતા આપી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news