Taj Mahal નું નામ બદલી Ram Mahal કરવામાં આવે, ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે કરી માંગ
ઉત્તર પ્રદેશમાં બલિયાની બૈરિયા (Bairia) સીટથી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ (Surendra Singh) નું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે તાજ મહેલ (Taj Mahal) નું નામ બદલીને રામ મહેલ કરવાની માંગ કરી છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં બલિયાની બૈરિયા (Bairia) સીટથી ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ (Surendra Singh) નું મોટુ નિવેદન સામે આવ્યું છે. તેમણે તાજ મહેલ (Taj Mahal) નું નામ બદલીને રામ મહેલ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, તે પહેલા એક શિવ મંદિર હતું, જેને ધ્વસ્ત કરી તાજમહેલ બનાવવામાં આવ્યો છે.
યોગી સરકાર જલદી બદલશે તાજમહેલનું નામ
ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ (Surendra Singh) એ કહ્યુ કે, જે સ્થાન પર આજે તાજમહેલ છે, ત્યાં પહેલા એક શિવ મંદિર હતું. મુગલકાળમાં તેને તોડી દેવામાં આવ્યું. તેમણે દાવો કર્યો કે યોગી સરકાર જલદી તાજમહેલનું નામ હદલીને રામ મહેલ કરી દેશે. તેમણે દાવો કર્યો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુ સમ્રાટ શિવાજીના વંશજ છે. તેમણે કહ્યું, શિવાજીના વંશજ ઉત્તર પ્રદેશની ધરતી પર આવી ગયા છે. જે રીતે સમર્થ ગુરૂ રામદાસે શિવાજીને ભારત આપ્યુ હતું, તે રીતે ગોરખનાથ જીએ યોગીને ઉત્તર પ્રદેશ આપ્યુ છે.
સમાજવાદીઓનું અસલી ચરિત્ર આવ્યુ સામે
ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે (Surendra Singh) મુરાદાબાદમાં પત્રકારો પર કથિત હુમલાની નિંદા કરી. આ હુમલામાં અનેક પત્રકારોને ઈજા થઈ છે, જેની વિરુદ્ધ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને 20 અન્ય પાર્ટી કાર્યકર્તાઓ વિરુદ્ધ શનિવારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ કહ્યુ કે, આ ઘટનાએ સમાજવાદીઓના અસલી ચરિત્રને દેખાડી દીધુ છે. તે પત્રકારો પર લાઠીનો ઉપયોગ કરે છે પરંતુ યોગી રાજમાં તેને સહન કરવામાં આવશે નહીં.
રાષ્ટ્ર વિરોધી માનસિકતાવાળાને પ્રાથમિકતા નહીં
તેમણે કહ્યું કે, રાષ્ટ્ર વિરોધી માનસિકતા વાળા લોકોને ભાજપની સરકારમાં પ્રાથમિકતા આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું, માત્ર તે લોકો જે ભારત અને ભારતીયતાની મહિમાના વખાણ કરે છે, તે અહીં નેતા બની શકશે. મહત્વનું છે કે ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. પાછલા વર્ષે હાથરસમાં એક કિશોર યુવતી સાથે ગેંગરેપ બાદ તેમણે કહ્યુ હતુ કે, જો યુવતીઓને સંસ્કાર આપવામાં આવે તો બળાત્કારના કેસને રોકી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે