BJP સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક, સાળાએ ચલાવી ગોળી

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના પુત્ર આયુષને બાઇક પર સવાર તોફાની તત્વો ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. ગંભીર હાલતમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આયુષની સ્થિતિ હવે ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

BJP સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક, સાળાએ ચલાવી ગોળી

લખનઉ: મોહનલાલગંજથી ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના પુત્ર પર ફાયરિંગના કેસ (Firing Case) માં નવો વળાંક સામે આવ્યો છે. લખનઉ (Lucknow) પોલીસે દાવો કર્યો છે કે પુત્રએ પોતાના સાળા પાસે પોતાના ઉપર ફાયરિંગ કરાવ્યું હતું. પોલીસ (Police) ના અનુસાર એક લાઇસન્સ રિવોલ્વર હતી, જેને જપ્ત કરી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે કેમ પોતાના પર ફાયરિંગ (Firing) કરાવ્યું હતું. 

લખનઉ (Lucknow) પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું કે આ ઘટના રાત્રે લગભગ 2:10 વાગે થઇ હતી, પહેલાં કહેવામાં આવ્યું કે સાંસદ (MP) ના પુત્ર પર કેટલાક અજાણ્યા હુમલાવરોએ ગોળી ચલાવી હતી અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે સાંસદના પુત્રના કહેવા પર તેના સાળાએ ગોળી ચલાવી, પુત્રના સાળાની ધરપકડ કરી પૂછરપરછ કરવામાં આવી રહી છે. 

લખનઉ (Lucknow) પોલીસ કમિશ્નર ડીકે ઠાકુરે કહ્યું કે જે પિસ્તોલ વડે ગોળી ચલાવવામાં આવી હતી, તેને રિકવર કરી લીધી  છે,  ગત વર્ષે સાંસદના પુત્રએ લવ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તે પોતાના પિતાથી અલગ રહેતો હતો, ઘટનાને લઇને તપાસ ચાલુ છે, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે પુત્રએ પોતાના સાળા દ્રારા પોતાના પર ગોળી કેમ ચલાવી.?

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના પુત્ર આયુષને બાઇક પર સવાર તોફાની તત્વો ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. ગંભીર હાલતમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આયુષની સ્થિતિ હવે ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

દાવો કર્યો હતો કે આયુષ સવારે મડિયાંવ થઇને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે છઠા મીલ પાસે પહોંચીને તોફાનીતત્વોએ ફાયરિંગ કર્યું ગોળી અડીને નિકળી ગઇ, એટલા માટે હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ આયુષને રજા આપવામાં આવી હતી. 

આ અંગે સાંસદ કૌશલ કિશોરે  (Kaushal Kishore) જણાવ્યું હતું કે આયુષનું કહેવું છે કે આ ઘટના વહેલી સવારે સર્જાઇ હતી. આયુષ પોતાના સાળા સાથે વોક કરી રહ્યા હતા. સાંસદ તરફથી લેખિતમાં આપવાની મનાઇ કરી દીધી છે. હાલ કેસને લઇને ઘણા પ્રકારના સવાલ ઉભા કરવામાં આવ્યામાં આવ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news