ભાજપાના પદાધિકારીઓ સાથે અમિત શાહ આજે બેઠક કરશે

ભાજપા અધ્યક્ષ અમિત શાહ સોમવારે પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન તે આગામી લોકસભા ચૂંટણીના કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરશે. ભાજપાના બધા સંલગ્ન સંગઠનોની રાષ્ટ્રીય કાર્યકારીણી સંમેલનના ઠીક પહેલાં આ બેઠક યોજાઇ રહી છે

Updated By: May 14, 2018, 08:57 AM IST
ભાજપાના પદાધિકારીઓ સાથે અમિત શાહ આજે બેઠક કરશે

નવી દિલ્હી: ભાજપા અધ્યક્ષ અમિત શાહ સોમવારે પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન તે આગામી લોકસભા ચૂંટણીના કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઇને પાર્ટીની તૈયારીઓ પર ચર્ચા કરશે. ભાજપાના બધા સંલગ્ન સંગઠનોની રાષ્ટ્રીય કાર્યકારીણી સંમેલનના ઠીક પહેલાં આ બેઠક યોજાઇ રહી છે. 17મેના રોજ યોજાનારા આ સંમેલનએ વડાપ્રધાન નરેંદ્ર મોદી સંબોધિત કરશે. આ દરમિયાન તે પોતાની સરકારના અંતિમ વર્ષોમાં કાર્યકર્તાઓને રોડમેપ વિશે માહિતગાર કરી શકે છે. 

ભાજપના એક નેતાએ કહ્યું કે પાર્ટી કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ આગામી રાજકીય પડકારોનો મુકાબલો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. કર્ણાટક ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ જોરદાર પ્રચાર અભિયાન ચલાવ્યું. ત્યારબાદ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આ વર્ષના અંત સુધી ચૂંટણી યોજાવવાની છે, જ્યાં ભાજપ સમક્ષ સત્તા બચાવવાનો પડકાર છે. 

કર્ણાટકની ચૂંટણી પૂરી થયા બાદ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઘણા રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ અને વરિષ્ઠ પદાધિકારીઓ સામેલ થશે. આ બેઠકમાં રાજસ્થાન ભાજપ અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે. 

આ બેઠકમાં રાજસ્થાન પ્રદેશ અધ્યક્ષ વિના સામેલ થશે. રાજસ્થાન તરફથી સંગઠન મહામંત્રી ચંદ્વશેખર આ બેઠકમાં ભાગ લેશે. બેઠક સાથે જ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમિત શાહ જલદી પ્રદેશ અધ્યક્ષને લઇને નવા નામની જાહેર કરી શકે છે. 

28 દિવસથી ખાલી છે પ્રદેશ અધ્યક્ષનું પદ
તમને જણાવી દઇએ કે 16 એપ્રિલના રોજ અશોક પરનામીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષના પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદથી કેંદ્રીય મંત્રી ગજેંદ્ર સિંહ શેખાવતને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. જેના પર હજુ સુધી સહમતિ બની શકી નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વસુંધરા રાજે પોતાના ખેમાના નેતાને પ્રદેશ બનાવવા માંગે છે જ્યારે કેંદ્રીય નેતૃત્વ ગજેંદ્ર સિંહ શેખાવતના નામ પર સહમત છે. એવામાં પાર્ટી હાઇકમાન્ડ અને વસુંધરા રાજે વચ્ચે ગતિરોધ વધી ગયો છે.