અમિત શાહે ઉતારી રાહુલની નકલ, કહ્યું-'દેશની જનતા 4 પેઢીનો હિસાબ માંગી રહી છે'

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવાની કવાયતમાં લાગેલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નકલ કરતાં તેમને પ્રશ્નનો જવાબ આપ્યો. ભાજપ અધ્યક્ષ કર્ણાટકના બીદરમાં રેલેને સંબોધિત કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ હાલમાં કર્ણાટકમાં ફરી ફરીને કેંદ્ર સરકારના ચાર વર્ષના કામકાજનો હિસાબ માંગી રહી છે. ભાજપ અધ્યક્ષે આ દરમિયનાન રાહુલ ગાંધીની નકલ કરતાં તેમને રાહુલ બાબા કહી સંબોધ્યા. 

અમિત શાહે ઉતારી રાહુલની નકલ, કહ્યું-'દેશની જનતા 4 પેઢીનો હિસાબ માંગી રહી છે'

હૂમનાબાદ (કર્ણાટક): કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવાની કવાયતમાં લાગેલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નકલ કરતાં તેમને પ્રશ્નનો જવાબ આપ્યો. ભાજપ અધ્યક્ષ કર્ણાટકના બીદરમાં રેલેને સંબોધિત કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ હાલમાં કર્ણાટકમાં ફરી ફરીને કેંદ્ર સરકારના ચાર વર્ષના કામકાજનો હિસાબ માંગી રહી છે. ભાજપ અધ્યક્ષે આ દરમિયનાન રાહુલ ગાંધીની નકલ કરતાં તેમને રાહુલ બાબા કહી સંબોધ્યા. અમિત શાહે કહ્યું કે 'રાહુલ બાબા કેમ આટલી બૂમો પાડી રહ્યાં છો, તમે અમને પૂછી રહ્યાં છો કે અમે ચાર વર્ષમાં શું કર્યું? રાહુલ બાબા દેશની જનતા તમારી પાસે ચાર પેઢીનો હિસાબ માંગી રહી છે' ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ આરોપોને સાબિત કરવા માટે કહ્યું કે નરેંદ્ર મોદી સરકારે ઉદ્યોગપતિ દ્વારા લેવામાં આવેલી લોનને માફ કરી દેવામાં આવી છે. 

અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી જે કરી રહ્યાં છે, તે ખોટું છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ એવા દસ્તાવેજ સાર્વજનિક કરવાની માંગ કરી જે એ વાતને સાબિત કરે છે કે ઉદ્યોગપતિને આપવામાં આવેલી લોન માફ કરવામાં આવી છે. શેરડીના ખેડૂતો સાથે વાતચીત કરતાં કહ્યું કે 'કોંગ્રેસ અધ્યક્ષ વારંવાર કહે છે કે ભાજપે ઉદ્યોગો દ્વારા લેવામાં આવેલા હજારો કરોડો, લાખો કરોડો રૂપિયાની લોન માફ કરી દીધી. આ વસ્તુને હું સ્પષ્ટ કરવા માંગુ છું કે નરેંદ્ર મોદી સરકારે સત્તામાં આવ્યા પછી કોઇપણ ઉદ્યોગપતિ દ્વારા લેવામાં આવેલીનો એકપણ પૈસો માફ કર્યો નથી.'

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું, 'જો રાહુલ ગાંધી કોઇપણ આ પ્રકારના દસ્તાવેજ છે કે ઉદ્યોગપતિઓની લોન માફ કરવામાં આવી છે તો તે તેને સાર્વજનિક કરે...હું જવાબ આપવા અને કર્ણાટકના ખેડૂતો પાસે માફી માંગવા માટે તૈયાર છું. તે જે કહી રહ્યાં છે તે ખોટું છે.'

અમિત શાહ કર્ણાટકના ત્રણ દિવસના પ્રવાસ પર આવ્યા છે. આ દરમિયાન તે બીદર, કલબુર્ગી અને યાદગિરી જિલ્લામાં પાર્ટી કાર્યકર્તા સાથે વાતચીત કરશે. રાજ્યમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની સંભાવના છે. આ પહેલાં અમિત શાહે બેંકમાં કથિત કૌભાંડ મામલે કોંગ્રેસ પર પલટવાર કરતાં કહ્યું કે આ શરમજનક છે કે પંજાબના મુખ્યમંત્રીના સંબંધીએ ખેડૂતોની કમાણીને હડપી લીધી. ભાજપ અધ્યક્ષનો ઇશારો તે ગેરરિતી તરફ હતો જેમાં અમરિંદર સિંહના જમાઇ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. 

પંજાબના સીએમના જમાઇએ ખેડૂતોના પૈસા હડપ્યા: અમિત શાહ
અમિત શાહે પોતાના ટ્વિટમાં કહ્યું, ''પંજાબના મુખ્યમંત્રીના જમાઇએ ભારતના મહેનતુ ખેડૂતોના પૈસા હડપી લીધા. તેનાથી વધુ શરમજનક શું હોઇ શકે કે કોંગ્રેસે ખેડૂતોને લૂંટ્યા.'' ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રશ્ન કર્યો કે બેંકમાં કથિત ગેરરિતી સાથે જોડાયેલા સમાચાર સંબંધી ટ્વિટને કેમ હટાવી. 

— Amit Shah (@AmitShah) February 26, 2018

ટ્વિટને કેમ હટાવવામાં આવી
અમિત શાહે ટ્વિટ કર્યું કે કેપ્ટન અમરિંદર સિંહના જમાઇએ લૂંટને રેખાંકિત કરનાર ટ્વિટને કેમ હટાવવામાં આવી. કોંગ્રેસ હંમેશા પોતાની લૂંટણે રેખાંકિત કરવામાં આગળ રહી છે, ભલે એનપીએનો મમલો હોય, લોન અથવા વિજય માલ્યા અને નીરવ મોદીને ખુલી છૂટ આપવાનો વિષય હોય. અમિત શાહે ઓરિએંટલ બેંક ઓફ કોર્મસમાં કથિત છેતરપિંડી સાથે સંકળાયેલા સમાચારને પણ શેર કર્યા. 

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ 22 ફેબ્રુઆરીના રોજ સિમ્ભાવલી શુગર્સ લિમિટેડ, તેના અધ્યક્ષ ગુરમીત સિંહ માન, નાયબ મેનેજિંગ ડિરેક્ટર ગુરપાલ સિંહ તથા અન્ય વિરૂદ્ધ 97.85 કરોડ રૂપિયાની કથિત બેંક ગેરરિતીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ગુરપાલ સિંહ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના જમાઇ છે. 

(ઇનપુટ ભાષામાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news