બજેટ 2019: 'નારી તુ નારાયણી'...મહિલાઓને 1 લાખ સુધીની મુદ્રા લોન, ઓવરડ્રાફ્ટ સુવિધા

બજેટ 2019 અંતર્ગત આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશની જનતા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવાની સાથે સાથે મહિલાઓ ઉપર પણ ખાસ ફોકસ કર્યું છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં દેશની સંસદમાં 78 મહિલા સાંસદ છે. બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ મહિલાઓના ઉત્થાન માટે અનેક જાહેરાત કરી. બજેટ ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે આ  દેશની નારી તુ નારાયણી પરંપરા રહી છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ સ્વામી રામકૃષ્ણને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે મહિલાઓની સ્થિતિમાં સુધાર  વગર દુનિયાના કલ્યાણની કોઈ શક્યતા નથી. 
બજેટ 2019: 'નારી તુ નારાયણી'...મહિલાઓને 1 લાખ સુધીની મુદ્રા લોન, ઓવરડ્રાફ્ટ સુવિધા

નવી દિલ્હી: બજેટ 2019 અંતર્ગત આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દેશની જનતા માટે અનેક યોજનાઓની જાહેરાત કરવાની સાથે સાથે મહિલાઓ ઉપર પણ ખાસ ફોકસ કર્યું છે. તેમણે જણાવ્યું કે હાલના સમયમાં દેશની સંસદમાં 78 મહિલા સાંસદ છે. બજેટ ભાષણ દરમિયાન નાણા મંત્રીએ મહિલાઓના ઉત્થાન માટે અનેક જાહેરાત કરી. બજેટ ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે આ  દેશની નારી તુ નારાયણી પરંપરા રહી છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુ સ્વામી રામકૃષ્ણને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે મહિલાઓની સ્થિતિમાં સુધાર  વગર દુનિયાના કલ્યાણની કોઈ શક્યતા નથી. 

नारी तू नारायणी : महिलाओं को 1 लाख तक मुद्रा लोन, जनधन खाते में ओवर ड्रॉफ्ट की सुविधा

એક લાખ રૂપિયા સુધીની લોન
ગ્રામીણ ભારતના વિકાસ માટે મહિલાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આ દરમિયાન તેમણે નારી તુ નારાયણી યોજનાની શરૂઆતની જાહેરાત કરતા કહ્યું કે કોઈ પણ પક્ષી એક પંખથી ઉડી શકે નહીં. બજેટ દરમિયાન મહિલાઓને મુદ્રા યોજના હેઠળ એક લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરાઈ. મહિલાઓના જનધન  ખાતા પર 5 હજાર રૂપિયા સુધીનો ઓવર ડ્રાફ્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહિલાઓની ઉન્નતિથી સાથે દેશની ઉન્નતિ જોડાયેલી છે. 

વન નેશન વન ગ્રિડ
આ અગાઉ નાણાં મંત્રીએ વન નેશન વન ગ્રિડ યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ દેશના દરેક ઘરને 24 કલાક એક સમાન દરે વીજળી ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે યોજનાની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરાવવામાં આવી રહી છે. આ સાથે જ નાણાં મંત્રીએ દરેક ઘરને પાણી અને ગેસની સુવિધા ઉપલબ્ધ કરાવવાના લક્ષ્ય અંગે પણ  વાત કરી. તેમણે કહ્યું કે વીજળી ક્ષેત્રમાં અનેક સુધાર કરવાની જરૂરીયાત છે. વીજળીમાં સુધાર માટે બહુ જલદી કેટલાક પગલાં લેવામાં આવશે. 

જુઓ LIVE TV

સૌભાગ્ય યોજનાને 2017માં લોન્ચ કરી
સૌભાગ્ય-વડાપ્રધાન સહજ વીજળી દરેક ઘર યોજનાને પીએમ મોદીએ સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરી હતી. તેનાથી શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોને ખુબ ફાયદો થયો છે. આ યોજનાનો હેતુ ગરીબોને મફત અને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ કરાવવાનો હતો. સરકારની સૌભાગ્ય યોજનાથી તમામ ઘરોમાં વીજળી પહોંચાડવાનો લક્ષ્યાંક મેળવ્યો છે. આ અગાઉ નાણાં મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની પણ જાહેરાત કરી. આ  કાર્ડનો ઉપયોગ ટ્રેન અને બસમાં  મુસાફરી માટે કરાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news