30 હજાર રૂપિયાના EMI ભરી શકતો નહતો, કરી HDFC બેંકના વાઇસ પ્રેસિડેન્ટની હત્યા
પાંચ દિવસ પહેલા ગુમ થઇ ગયેલા 39 વર્ષીય એખ બેંક અધિકારી મૃત હાલાતમાં મળ્યા છે, અને પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે લુટફાટના ઇરાદે તેમની હત્યા કરાઇ હતી.
Trending Photos
મુંબઇ: પાંચ દિવસ પહેલા ગુમ થઇ ગયેલા 39 વર્ષીય એખ બેંક અધિકારી મૃત હાલાતમાં મળ્યા છે, અને પોલીસે સોમવારે દાવો કર્યો હતો કે લુટફાટના ઇરાદે તેમની હત્યા કરાઇ હતી. પોલીસે જણાવ્યું કે 30 હજાર રૂપિયા માટે એચડીએફસી બેંકના ઉપાધ્યક્ષ સિદ્ધાર્થ સાંધવીની હત્યા કરી હતી. આ મામલે સરફરાઝ શેખ ઉર્ફે રઇસની ધરપકડ કરવામાં આવી છે. જે કમલા મિલ્સના પાર્કિંગ વેમાં કામ કરતો હતો. કમલા મિલ્સ પરિસરમાં જ સાંધવીનું કાર્યાલય હતું.
સાંધવી ગત બુધવારથી ઘર પરત ફર્યા ન હતા, જેના કારણે પરિવારે મધ્ય મુંબઇના એનએમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમનું દક્ષિમ મુંબઇના માલાબાર હિલ વિસ્તારમાં ઘર છે. સાંઘવીના ગુમ થયાનો ફોન આવ્યો અને ફોન કરનારે કહ્યું હતું કે તમારો દિકરો સુરક્ષિત છે અને તમારે ચિંતા કરવાની જરૂર નથી. પોલીસના જણાવ્યા અનુસાર તપાસમાં ખુલાસો થયો કે આ ફોન નવી મુંબઇથી સાંઘવીના ફોનથી વાત કરવામાં આવ્યો હતો. પરંતુ સિમ કાર્ડ બીજુ હતું.
પોલીસને આ ફોન શેખ પાસેથી મળ્યો હતો. પોલીસનો દાવો છે કે શેખની ધરપકડ કર્યા બાદ પૂછતાછ કરવામાં આવી હતી. જેમાં તેણે પૈસા માટે સાંઘવીની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.
પોલીસ અધિકારી (તૃતીય જોન) અવિનાશ કુમારે સંવાદદાતાઓને કહ્યું હતું કે, શેખની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે, મોટરબાઇકના ઇએમઆઇ આપવા માટે 30 હજાર રૂપિયાની જરૂર હતી. તેણે સાંઘવીને લુટવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન બંને વચ્ચે ઝગડો થઇ ગોય હતો અને તેણે સાંઘવીની હત્યા કરી હતી.
કુમારે જણાવ્યું હતું કે, બુધવારની સાંજે પાર્કિંગમાં આ ઘટના બની હતી. શેખે હત્યા કર્યા પછી સાંઘવીની લાશ કારમાં મુકી અને થાણા જિલ્લાના કલ્યાણમાં તેને ઠેકાણે લગાવી હતી. ત્યારબાદ તેણે કારને નવી મુંબઇમાં છોડી દીધી હતી. શુક્રવારે આ કાર મળી જેમાંથી લાહીના ડાઘ મળ્યા હતા.
આધિકારીએ કહ્યું કે, ‘‘શેખથી મળેલી માહિતીના આધારે અમે સવારે લાશ પ્રાપ્ત કરી હતી.’’ કુમારના અનુસાર સાંઘવીના ગળા પર ઘા માર્યાનું નિશાન હતું. લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. હત્યામાં ઉપયોગ કરાયાલી છરાને પ્રાપ્ત કરી લેવામાં આવ્યો છે. આરોપીને અદાલતમાં હાજર કરવામાં આવ્યો છે. અદાલતે તેને 19 સપ્ટેમ્બ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે