Canada જવા માગતા લોકો માટે Big News, કોરોનાને કારણે કેનેડા સરકારે Immigration ની પ્રક્રિયામાં કર્યો મોટો ફેરફાર
આવી ગઈ કેનેડામાં ટ્રાવેલ માટેની નવી ગાઈડલાઈન, IRCCએ જારી કરેલ PR અપડેટ્સ, કેનેડાની ડિમાન્ડિંગ જોબ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કમાણી કરવા માટે ભારતીયો અને એમાંય ખાસ કરીને ગુજરાતીઓમાં કેનેડા જવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સ્થિતિમાં કેનેડા સરકારે ઈમિગ્રેશનની પ્રક્રિયામાં મોટો બદલાવ કર્યો છે. કેનેડા જવાની તૈયારી કરી રહ્યાં હોવ તો પહેલાં આ નવી ગાઈડલાઈન જાણી લેજો.
- કોરોના પછી કેનેડા સરકારની નવી ગાઈડલાઈન
કોરોનાને કારણે કેનેડાની ઈમિગ્રેશન પ્રક્રિયામાં થયો બદલાવ
વર્ષોથી ભારતીયોનું સપનુ હોય છે ગ્રીનકાર્ડ મેળવવાનું
છેલ્લા ઘણાં વર્ષથી લોકોમાં કેનેડા જવાની ઘેલછા
Trending Photos
મોનાલી સોની, અમદાવાદઃ વર્ષોથી ભારતીયોમાં વિદેશનું ઘેલુ લાગ્યુ છે. પછી તે અમેરિકા હોય, લંડન હોય કે પછી કેનેડા. અમેરિકામાં વિઝા નિયમ કડક થયા બાદ, ભારતીયોનું વલણ કેનેડા તરફ ઝૂક્યુ છે. કેનેડાની સરળ નીતિના કારણે લોકો અમેરિકાનાં બદલે કેનેડા તરફ નજર દોડાવી રહ્યાં છે. જોકે, દુનિયાભરમાં કોરોનાની મહામારીને કારણે હવે કેનેડાની સરકારે ઈમિગ્રેશનની પ્રક્રિયામાં મોટો બદલાવ કર્યો છે. કેનેડા જવા માંગતા લોકો એમાંય ખાસ કરીને ભારતીયો માટે આ સમાચાર ખુબ જ અગત્યના છે.
કેનેડાની ઈમિગ્રેશન સિસ્ટમ વર્ષોથી એક મોડેલ સિસ્ટમ ગણાય છે, જે અંતર્ગત અત્યાર સુધી લાખો સ્કીલ્ડ વર્કર્સ, રેફ્યુજી ઉપરાંત કેનેડા સ્થિત પોતાના પરિવારજનો સાથે રહેવા માગતા લોકોને વિઝા, પીઆર કે નાગરિકત્વ આપવામાં આવ્યા છે. કેનેડાના ફાર્મિંગ, ફુડ પ્રોસેસિંગ, હેલ્થકેર જેવા સેક્ટર્સ માઈગ્રેટેડ લેબર્સ પર જ નિર્ભર છે. જોકે, કોરોનાનાં કારણે આ સેક્ટર્સમાં કામ કરતાં લોકોને સંક્રમણ લાગતા હાલ મંદીનો માહોલ છવાયો છે. જેના પગલે દેશમાં પીઆર આપવાની માગણીએ પણ જોર પકડ્યું છે.
કેનેડામાં ટ્રાવેલ માટેની નવી ગાઈડલાઈન:
કોવિડ-19 મહામારીનો મુકાબલો કરવા માટે તથા કેનેડિયન લોકોની સુરક્ષા માટે કેનેડા પ્રશાસને સ્વાસ્થ્ય અને સુરક્ષાને લગતા કેટલાક નિયમો લાગુ કર્યા હતા. રસી લીધા વગરના પ્રવાસી માટે કેનેડામાં પ્રશાસન દ્વારા મંજૂર કરવામાં આવેલી હોટલમાં 3 રાત્રી સુધી ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનો નિયમ હતો. જેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી ગાઈડલાઈન મુજબ, ફ્લાઈટમાં આવતા પ્રવાસીઓએ ફરજિયાત હોટલમાં ક્વોરન્ટાઈન નહીં થવુ પડે. આ ગાઈડલાઈન 9 ઓગસ્ટે રાતના 12 વાગ્યાથી અમલી થશે. કેનેડામાં જતા વેક્સિનેટેડ પ્રવાસીઓને ફરજિયાત 3 દિવસ માટે હોટલમાં રોકાવવાનાં નિયમમાંથી છૂટ આપવામાં આવી છે. રસીના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને 9 ઓગસ્ટથી ક્વોરન્ટાઈન થવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય થયેલા ફેરફારો મુજબ પ્રવાસીઓએ એન્ટ્રી ટેસ્ટ નહીં આપવી પડે. પરંતુ પ્રવાસીઓએ રસીને બંને ડોઝ લીધા હોવા જરૂરી છે. કેનેડા હેલ્થ મંત્રાલયે મંજૂર કરવામાં આવેલી રસીનો છેલ્લો ડોઝ લીધાને 14 દિવસ થયા હોય, ત્યારે જ પ્રવાસીને વેક્સીનેટેડ માનવામાં આવે છે. કેનેડાએ મંજૂર કરેલી રસીમાં ફાઈઝર, મૉડર્ના, એસ્ટ્રાઝેનેકા અને જૉનસનનો સમાવેશ થાય છે. આ સિવાયની રસી લેનાર પ્રવાસીને કેનેડા બિનવેક્સીનેટેડ માને છે.
IRCCએ જારી કરેલ PR અપડેટ્સ:
એવા લોકો કે, જેમણે temporary residence અથવા temporary residence મેળવવા માટે આવેદન કર્યુ હતુ, તેવા લોકો કેનેડિયન પ્રશાસનની નવી વર્ક પરમિટ માટે એપ્લાય કરી શકશે.
કેનેડાએ આવશ્યક કામદારો (essential workers) અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (international students) ઓપન વર્ક પરમિટ માટે કેવી રીતે અરજી કરી શકે તે માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
IRCCએ જારી કરેલા નવા નિર્દેશ મુજબ, temporary residence કે permanent residence માટે અરજી કરી ચૂકેલા લોકો ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશીપ માટે અરજી કરી શકશે.
ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપ કેનેડા (IRCC) તરફથી નવી માર્ગદર્શિકા તે વ્યક્તિઓ માટે છે જેમણે નવા , temporary residence કે permanent residence માટે અરજી કરી હતી. આ માટેની વિસ્તૃત માહિતી IRCC એ સત્તાવાર રીતે ઓનલાઈન પ્રકાશિત કરી છે.
કેનેડા જવાના ફાયદા:
લોકોમાં કેનેડા જવાનો ક્રેઝ થઈને મનમાં એક શંકા થાય, કે દુનિયાના આટલા દેશોને છોડીને આખરે કેમ લોકોમાં કેનેડા જવાનો ક્રેઝ વધ્યો છે. તો આપને જણાવી દઈએ, કે કેનેડાની વિઝા પ્રક્રિયા તથા દેશની સિટિઝનશીપ મેળવવી અન્ય દેશની સરખામણીએ સરળ હોય છે. આ સિવાય, ત્યાંનો લેબર કાયદો પણ લોકોને કેનેડા આવવા પ્રેરે છે. ઉપરાંત કેનેડાની ગુડ ગવર્નન્સ પણ ઈમિગ્રન્ટ્સને ચુંબકની જેમ ખેંચે છે. મહત્વનું છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતીઓ કેનેડા જાય છે, અને કેનેડાના પીઆર લઈ ત્યાં સેટલ થઈ જનારા ગુજરાતીઓની સંખ્યા પણ નાની નથી. આ સિવાય સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા જનારા ગુજરાતીઓનો આંકડો પણ મોટો છે. આગામી વર્ષોમાં કેનેડા પીઆર આપવાની લિમિટ વધારી રહ્યું છે ત્યારે ગુજરાતીઓને પણ તેનો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે.
કેનેડામાં 9 પ્રકારની જોબ છે ડિમાન્ડમાં:
કોવિડ-19ની પેન્ડેમિક પરિસ્થિતિ હોવા છતાં કેનેડમાં 9 પ્રકારના વ્યવસાયકારો માટે નોકરી કરવાના દરવાજા ખુલ્લા છે
કોરોના મહામારીએ કેનેડિયન લોકોની કામ કરવાની આખી પદ્ધતિ બદલી નાંખી છે. જ્યાં કેટલાક ક્ષેત્રમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવે છે, તો કેટલાક ક્ષેત્રોમાં આજે પણ નવા અને ઉત્સાહી કર્મચારીઓની માગ છે.
એક તપાસના અંતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં એક વાત સામે આવી છે, કે આજે પણ મહામારીની સ્થિતિમાં કેટલાક ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ યથાવત્ છે. કેનેડામાં પેન્ડેમિક પરિસ્થિતિની વચ્ચે પણ 9 પ્રકારની જોબ ડિમાન્ડમાં છે.
1) એડવર્ટાઈઝિંગ, માર્કેટિંગ એન્ડ પબ્લિક રિલેશન્સ મેનેજર્સ (NOC 0124)
2) કમ્પ્યુટર એન્ડ ઈન્ફોર્મેશન સિસ્ટમ મેનેજર્સ (NOC 0213)
3) બાયોલોજિસ્ટ એન્ડ રિલેટેડ સાયન્ટિસ્ટ (NOC 2121)
4) ઈન્ફોર્મેશનલ સિસ્ટમ્સ એનાલિસીસ એન્ડ કન્સલ્ટન્સ (NOC 2171)
5) ડેટાબેઝ એનાલિસીસ એન્ડ ડેટા એડમિનિસ્ટ્રેટર્સ (NOC 2172)
6) કમ્પ્યુટર પ્રોગ્રામર્સ એન્ડ ઈન્ટરેક્ટિવ મીડિયા ડેવલપર્સ (NOC 2174)
7) વેબ ડિઝાઈનર્સ એન્ડ ડેવલપર્સ (NOC 2175)
8) મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ્સ (NOC 3211)
9) ગ્રાફિક ડિઝાઈનર્સ એન્ડ ઈલસ્ટ્રેટર્સ (NOC 5241)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે