CBI Raid: કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિના ઠેકાણાઓ પર CBI ના દરોડા

CBI Raid on Karti Chidambaram House: દિગ્ગજ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે

CBI Raid: કોંગ્રેસના દિગ્ગજ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિના ઠેકાણાઓ પર CBI ના દરોડા

CBI Raid on Karti Chidambaram House: દિગ્ગજ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઈના 7 ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. જો કે સીબીઆઈ તરફથી આ અંગે કોઈ જાણકારી આવી નથી કે આ દરોડાની કાર્યવાહી કયા મામલે થઈ રહી છે. અત્રે જણાવવાનું કે પી ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણામંત્રી અને ગૃહમંત્રી રહી ચૂક્યા છે. 

રેડની કાર્યવાહી બાદ કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને જણાવ્યું કે હું ગણતરી ભૂલી ગયો છું, આ કેટલીવાર થયું? એક રેકોર્ડ હોવો જોઈએ. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના અધિકારીઓએ કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે.  

— Karti P Chidambaram (@KartiPC) May 17, 2022

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news