કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારના આવાસ સહિત 14 સ્થળે CBI ના દરોડા, 50 લાખ રોકડા મળ્યા

કર્ણાટક કોંગ્રેસ (Karnata Congress) ના અધ્યક્ષ ડી કે શિવકુમાર (dk shivakumar) ના અનેક ઠેકાણે સીબીઆઈ (CBI) એ દરોડા પાડ્યા છે અને 50 લાખ રૂપિયા કેશ મળી આવી છે. અત્રે જણાવવાનું કે શિવકુમારના 14 ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તેમના ભાઈ ડી કે સુરેશના ઘર ઉપર પણ સીબીઆઈની રેડ પડી છે. આ દરોડાની કાર્યવાહી ગત કોંગ્રેસ સરકારના સમયે થયેલી ગેરરીતિઓ સંબંધિત છે. 

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારના આવાસ સહિત 14 સ્થળે CBI ના દરોડા, 50 લાખ રોકડા મળ્યા

બેંગ્લુરુ: કર્ણાટક કોંગ્રેસ (Karnata Congress) ના અધ્યક્ષ ડી કે શિવકુમાર (dk shivakumar) ના અનેક ઠેકાણે સીબીઆઈ (CBI) એ દરોડા પાડ્યા છે અને 50 લાખ રૂપિયા કેશ મળી આવી છે. અત્રે જણાવવાનું કે શિવકુમારના 14 ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. તેમના ભાઈ ડી કે સુરેશના ઘર ઉપર પણ સીબીઆઈની રેડ પડી છે. આ દરોડાની કાર્યવાહી ગત કોંગ્રેસ સરકારના સમયે થયેલી ગેરરીતિઓ સંબંધિત છે. 

કર્ણાટક, દિલ્હી, મુંબઈમાં દરોડા
ડી કે શિવકુમારના 14 ઠેકાણાઓ પર સીબીઆઈની દરોડાની કામગીરી ચાલુ છે. જેમાંથી 9 ઠેકાણા કર્ણાટકમાં છે. ચાર દિલ્હીમાં અને મુંબઈના એક ઠેકાણા ઉપર પણ રેડ પડી છે. 

સવારે 6 વાગ્યાથી ચાલી રહી છે સીબીઆઈની કાર્યવાહી
સીબીઆઈની દરોડાની કામગીરી આજે વહેલી સવારે 6 વાગ્યાથી કનકપુરા મતવિસ્તારના ડોડ્ડુલ્લાહલ્લી ગામમાં સ્થિત તેમના ઘરેથી શરૂ થઈ. આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ રાજ્ય વિધાનસભામાં શિવકુમાર કરે છે. ડી કે સુરેશ બેગ્લુરુ ગ્રામીણથી સાંસદ છે. ડી કે શિવકુમાર કોંગ્રેસના સંકટમોચક પણ ગણાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news