Maharashtra માં આ શું રંધાઈ રહ્યું છે? શરદ પવારે અચાનક મોદી સરકારના કર્યા પેટછૂટા વખાણ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી બગડતા હાલાત વચ્ચે રાજ્ય સરકારે રસીની અછતને લઈને ફરિયાદ કરી છે અને કેન્દ્ર પર રસીની આપૂર્તિ ન કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહામારીના આ કપરા સમયમાં કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારનો સહયોગ કરી રહી છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી બગડતા હાલાત વચ્ચે રાજ્ય સરકારે રસીની અછતને લઈને ફરિયાદ કરી છે અને કેન્દ્ર પર રસીની આપૂર્તિ ન કરવાનો આરોપ લગાવ્યો છે. પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે મહામારીના આ કપરા સમયમાં કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારનો સહયોગ કરી રહી છે.
કેન્દ્ર અને રાજ્યએ મળીને મહામારી સામે લડવું પડશે
એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે 'કેન્દ્ર સરકાર મહામારીના આ કપરા સમયમાં રાજ્ય સરકાર સાથે સહયોગ કરી રહી છે. આપણે બધાએ એકજૂથ થઈને આ જોખમ સામે લડવું પડશે. રાજ્ય અને કેન્દ્ર બંનેએ સાથે આવવું પડશે અને મહામારી સામે લડવાની રીત શોધવી પડશે.'
Centre is cooperating with State govt in this tough time of pandemic. We all have to come together and fight this menace. State and centre both have to come together and find out a way to fight the pandemic: NCP chief Sharad Pawar. #Maharashtra pic.twitter.com/zP4n0OUtRO
— ANI (@ANI) April 8, 2021
સંજય રાઉતે કેન્દ્ર પર લગાવ્યો આ આરોપ
આ અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્ર સરકારને નીચું દેખાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને નીચું દેખાડવા અને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. હર્ષવર્ધનજી પાસેથી આ આશા નહતી. મહારાષ્ટ્ર એક મોટું રાજ્ય છે અને સૌથી વધુ પ્રેશર છે. એક બીજા પર ટિપ્પણી ન કરીને એક સાથે મળીને ચાલવું જોઈએ. સંજય રાઉતે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરવાની કોશિશ પહેલા દિવસથી થઈ રહી છે. પરંતુ આ કોશિશ સફળ થશે નહીં.
ડો.હર્ષવર્ધને લગાવ્યો હતો નિષ્ફળતા છૂપાવવાનો આરોપ
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય રાજ્યો પર બુધવારે આકરા પ્રહાર કર્યા અને તેમના પર પાત્રતા ધરાવનારા પૂરતી સંખ્યામાં લાભાર્થીઓને રસી આપ્યા વગર તમામ માટે રસીની માગણી કરીને લોકોમાં દહેશત ફેલાવવાનો અને પોતાની 'નિષ્ફળતાઓ' છૂપાવવાની કોશિશ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રસીની કમીને લઈને મહારાષ્ટ્રના સરકારી પ્રતિનિધિઓના નિવેદન બીજુ કઈ પરંતુ વૈશ્વિક મહામારીના પ્રસારને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારની વારંવારની નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે