Air India ના નવા CEO ઈલ્કર આયઝીનું બેકગ્રાઉન્ડ ચકાસશે ગૃહ મંત્રાલય, જાણો કેમ?

ગૃહ મંત્રાલય ટાટા ગ્રુપના નિયંત્રણવાળી કંપની એર ઈન્ડિયાના નવા નિમાયેલા એમડી અને સીઈઓ ઈલ્કર આયઝીના  બેકગ્રાઉન્ડની તપાસ કરશે.

Air India ના નવા CEO ઈલ્કર આયઝીનું બેકગ્રાઉન્ડ ચકાસશે ગૃહ મંત્રાલય, જાણો કેમ?

નવી દિલ્હી: ગૃહ મંત્રાલય ટાટા ગ્રુપના નિયંત્રણવાળી કંપની એર ઈન્ડિયાના નવા નિમાયેલા એમડી અને સીઈઓ ઈલ્કર આયઝીના  બેકગ્રાઉન્ડની તપાસ કરશે. સૂત્રોએ જણાવ્યું કે નિયમો મુજબ ભારતમાં મહત્વના પદો પર નિયુક્ત થનારા તમામ વિદેશી નાગરિકોના બેકગ્રાઉન્ડ અંગે જાણકારી મેળવવામાં આવે છે. 

જાન્યુઆરી અંતમાં ટાટાએ લીધુ હેન્ડઓવર
આયઝી મામલે પણ આ પરંપરાને પૂરી નિષ્ઠાથી નિભાવવામાં આવશે. ટાટા ગ્રુપે થોડા દિવસ પહેલા જ તુર્કી મેળના આયઝીને એર ઈન્ડિયાના નવા એમડી અને સીઈઓ નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. ટાટાએ જાન્યુઆરીના અંતમાં આ એરલાઈનનું નિયંત્રણ સરકાર પાસેથી પોતાના હસ્તક લીધુ હતું. 

રોની પણ મદદ લઈ શકે છે ગૃહ મંત્રાલય
સૂત્રોના જણાવ્યાં મુજબ આયઝીની નિયુક્તિ અંગે ગૃહ મંત્રાલયને હજુ સુધી ટાટા ગ્રુપ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી કોઈ પણ સૂચના મળી નથી. આ સૂચના મળતા જ સુરક્ષા તપાસની પ્રોસેસ શરૂ કરી દેવાશે. આયઝીના તુર્કી મૂળના નાગરિક હોવાથી ગૃહ મંત્રાલય તેમના વિશે માહિતી મેળવવા માટે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)ની પણ મદદ લઈ શકે છે. 

ટર્કિશ એરલાઈન્સની કાયાપલટનો શ્રેય
આયઝી તુર્કીના હાલના રાષ્ટ્રપતિ રેસક પૈયપ એર્દોગાનના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. વર્ષ 1994-98ના સમયગાળામાં એર્ગોગાન ઈસ્તંબુલના મેયર રહ્યા હતા. આયઝી એર ઈન્ડિયા સાથે જોડાયા તે પહેલા વર્ષ 2015થી લઈને 2022 ની શરૂઆત સુધી ટર્કિશ એરલાઈન્સના ચેરમેન હતા. તેમને આ એરલાઈનની કાયાપલટનો શ્રેય આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news