કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમે આ બે કાર્યો બદલ મોદી સરકારના વખાણ કર્યાં
Trending Photos
ચેન્નાઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી મોદી સરકારની ગંગા સ્વચ્છતા અભિયાન અને હાઈવે નિર્માણ તથા આધારને લઈને કરાયેલા કામો અંગે શનિવારે પ્રશંસા કરી. તેમણે કહ્યું કે એક દ્રઢ નિશ્ચયી પ્રયત્નથી જ ગંગા નદીની સફાઈ થઈ શકી છે અને તેને લઈને તેઓ 'ગર્વ મહેસૂસ' કરે છે. પ્રત્યેક સરકાર કઈક પહેલ કરે છે જે સારી અને લાભદાયક હોય છે. તેમણે એનડીએ સરકારના વખાણ કરતા કહ્યું કે તેમના રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ કાર્યક્રમને 'સફળતા' મળી છે અને એનડીએ સરકારના સમયમાં આધાર જેવી પહેલને વધુ મજબુત બનાવવામાં આવી.
કાશ્મીરમાં જનમત સંગ્રહનો વિચાર અપ્રાસંગિક- ચિદમ્બરમ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે શનિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં જનમત સંગ્રહનો વિચાર હવે અપ્રાંસગિક થઈ ગયો છે. પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વકીલાત કરતા તેમણે કહ્યું કે જો કે આ પાડોશી દેશ સાથે વાતચીત કરવી ખુબ જટિલ છે પરંતુ યુદ્ધને ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના હાલાતમાં ખુબ પરિવર્તન આવી ગયું છે અને સમજવું પડશે કે જનમત સંગ્રહને ખુબ વિશેષ પરિસ્થિતિઓમાં કરાવવું પડતું હોય છે.
તેમણે કહ્યું કે છેલ્લા 70 વર્ષોથી ભારત અને પાકિસ્તાન ક્રમશ: જમ્મુ અને કાશ્મીર તથા પાક અધિકૃત કાશ્મીર પર શાસન કરતા આવ્યાં છે અને હવે 'ગ્રાઉન્ડ સ્તરે હાલાત સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે'.
(ઈનપુટ-ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે