હવે બંદુક નહી સાઇબર યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન: સેના પ્રમુખની ચેતવણી

બીપીન રાવતે કહ્યું કે, અત્યાર સુધી આપણે માત્ર સીમા પર સામ-સામેની લડાઇ લડી રહ્યા હતા પરંતુ ભવિષ્યમાં સાઇબર યુદ્ધ થશે

હવે બંદુક નહી સાઇબર યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન: સેના પ્રમુખની ચેતવણી

હૈદરાબાદ : સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ભવિષ્યમાં એક નવા પ્રકારનાં યુદ્ધ તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. બિપિન રાવતે કહ્યું કે, અત્યાર સુધી અમે સીમા પર આમને સામનેની લડાઇ લડી રહ્યા છીએ, જો કે ભવિષ્યમાં યુદ્ધ સાઇબર ક્ષેત્રમાં યુદ્ધ લડવામાં આવશે. તેમણે કહ્યું કે, ચીન તે તરફ ખુબ ધ્યાન આપી રહ્યું છે. તેઓ સાઇબર યુદ્ધમાં પોતાને ખુબ જ મજબુત કરી ચુક્યું છે. આપણે પણ આ શક્તિમાં વધારો કરવો પડશે. સશસ્ત્ર દળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને બિગ ડેટા કમ્પ્યૂટિંગનો સમાવેશ કરવા અંગે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે, ચીન ટેક્નોલોજી પાછળ ખુબ જ ખર્ચ કરી રહ્યું છે. 

સેના પ્રમુખે પોતાનાં સંબોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા કમ્પ્યુટીંગ અને કઇ રીતે તે સંરક્ષણ પ્રણાલીમાં સમાવેશ કરવામાં આવે, તેની પ્રાસંગિકતાને સમજવી મહત્વપુર્ણ છે. તેમણે કહ્યું કે, ઉત્તરી સીમા પર આપણો વિરોધ ચીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાઇબર યુદ્ધ પર ખુબ જ ખર્ચ કરી રહ્યું છે. આપણે પાછળ ન રહી શકીએ. તેમણે કહ્યું કે, આપણે પણ તેને માત્ર એક પરિભાષા તરીકે સીમિત રાખવાનાં બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટા એનાલિટિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરવાનો સમય છે. 

સંરક્ષણ નિર્માણમાં આત્મનિર્ભરતા પર રાષ્ટ્રીય સમ્મેલનના સમાપન કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ટેક્નોલોજીમાં ઝડપથી વિકાસનું કારણ સંરક્ષણ ઉત્પાદનમાં ઔદ્યોગિક ક્ષેત્રનો સમાવેશ કરવાની જરૂર પડી. તેમણે કહ્યું કે, બંદુક અને રાઇફલ ઉપરાંત આપણે સંપર્ક વિહોણુ યુદ્ધ પણ થતા જોઇ શકીશું. ભવિષ્યમાં યુદ્ધ સાઇબર ક્ષેત્રે લડાશે. તેમણે કહ્યું કે, કૃત્રિમ બુદ્ધીમતા અને બિગ ડેટા કમ્પ્યુટીનો સંરક્ષણ પ્રણાલીમાં સમાવેશ કરવામાં આવે તેની પ્રાસંગિકતા સમજવી ખુબ જ મહત્વપુર્ણ છે. તેમણે કહ્યું કે, ઉત્તરી સીમા પર આપણો વિરોધ ચીન સાથે છે. તે કૃત્રીમ બુદ્ધીમતા અને સાઇબર યુદ્ધ પર ઘણો ખર્ચ કરી રહ્યું છે. માટે આપણે પણ હવે આ ક્ષેત્રમાં વધારે આગળ જવાની જરૂર છે. 

પાકિસ્તાન તરફથી કોઇ શાંતિની શક્યતા નહી
નજીકનાં ભવિષ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાંય પણ શાંતિની કોઇ જ ગુંજાઇશ નથી અને એટલા માટે સશસ્ત્ર દળોને નવી ટેક્નોલોજી લાજુ કરવા માટે તૈયાર રહેવું પડશે. સંરક્ષણ નિર્માણ આત્મનિર્ભરતા પર રાષ્ટ્રીય સમ્મેલન સમાપન કાર્યક્રમમાં સંબોધન કરતા રાવતે કહ્યું કે, ટેક્નોલોજીના ઝડપથી વિકાસનાં કારણે સંર7ણ ઉત્પાદનમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં સમાવેશ કરવાની જરૂર પડી. તેમણે કહ્યું કે, બંદુક અને રાઇફલ ઉપરાંત આપણે અનેક બિન સંપર્કવાળા યુદ્ધ થતા જોયા. ભવિષ્યનાં યુદ્ધ સાઇબર ક્ષેત્રમાં લડાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news