પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારનું ફેસબુક એકાઉન્ટ બ્લોક, સુરજેવાલાએ સરકાર પર કર્યાં પ્રહાર
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ફેસબુક પર એકતરફથી કાર્યવાહીનો આરોપ લગાવતા એક ટ્વીટ કર્યું છે. ગુરૂવારે કરેલા પોતાના ટ્વીટમાં સુરજેવાલાએ કોંગ્રેસ નેતાના એકાઉન્ટને બ્લોક કરવા પર વિરોધ નોંધાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એકપક્ષી હોવાનો આરોપ દેશમાં ઘણીવાર લગાવવામાં આવ્યો છે. ગુરૂવારે કરવામાં આવેલા પોતાના ટ્વીટમાં સુરજેવાલાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારના એકાઉન્ટને બ્લોક કરવા પર વિરોધ નોંધાવ્યો છે.
સુરજેવાલાએ પોતાના ટ્વીટમા લખ્યુ છે- 'આપણે જોયું છે કે ફેસબુક ઈન્ડિયાના નેતૃત્વએ મોદી સરકારના એજન્ડા હેઠળ કઈ રીતે સમજુતી કરી હતી. હવે પૂર્વ સ્પીકર અને કોંગ્રેસના મુખ્ય નેતાના એકાઉન્ટને બ્લોક કરવાથી સાબિત થાય છે કે વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવા માટે ખરાબ રાજનીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.'
We witnessed as to how #Facebook India leadership was compromised by Modi Govt as subservient to its agenda.
Now blocking the account of Former Speaker & a leading light of @INCIndia proves that petty tactics are being used to stifle the voice of Opposition leaders. https://t.co/JAK1dsz8qU
— Randeep Singh Surjewala (@rssurjewala) October 15, 2020
આ મુદ્દા પર ખુદ મીરા કુમારે પણ ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં મીરા કુમારે પોતાના ફેસબુક પેજના સ્ક્રીનશોટ પણ શેર કર્યાં છે. મીરા કુમારના પેજ પર ફેસબુક તરફથી લખવામાં આવ્યું છે કે તમારૂ પેજ અમારા કોમ્યુનિટી સ્ટાન્ડર્ડનું પાલન નથી કરતું તેથી અનપબ્લિશ છે.
ચીનને ભારતનો વળતો જવાબ, કહ્યું- આંતરિક મુદ્દા પર દખલ કરવાનો અધિકાર નથી
મહત્વનું છે કે મીરા કુમાર બિહારની રાજનીતિમાં સારી પકડ રાખે છે. તેથી આ સમયે લેવાયેલ એક્શન તેમણે મુદ્દો બનાવી દીધો છે. મીરા કુમારે પોતાના ટ્વીટમાં લખ્યું છે, 'ફેસબુકે પેજ બ્લોક કર્યું, આખરે કેમ? લોકતંત્ર પર આઘાત! આ માત્ર સંયોગ ન હોઈ શકે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ફેસબુક મારા પેજને બ્લોક કરે છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે