કર્ણાટક સંકટ પર સિદ્ધારમૈયાનું નિવેદન, 'આ ભાજપનું ષડયંત્ર, કોંગ્રેસ-JDSની સરકાર બચી જશે'
કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ નિવેદન આપ્યું છે. આજે તેમણે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાને લઈને ચાલી રહેલા ઘટનાક્રમ પાછળ ભાજપનો હાથ છે.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ નિવેદન આપ્યું છે. આજે તેમણે આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાને લઈને ચાલી રહેલા ઘટનાક્રમ પાછળ ભાજપનો હાથ છે. આ ઓપરેશન કમળ છે. અહીં બધુ ઠીક છે. ગભરાવવાની જરૂર નથી. પ્રદેશમાં કોંગ્રેસ અને જેડીએસની સરકાર રહેશે. સરકાર પર કોઈ સંકટ નથી.
આ સાથે જ કોંગ્રેસ નેતાઓએ આજે એચડી દેવગૌડાની મુલાકાત કરી છે. કોંગ્રેસ નેતા અને કર્ણાટકના મંત્રી ડી કે શિવકુમાર દેવગોડા સાથે મુલાકાત કરવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. કોંગ્રેસ નેતા ડી કે શિવકુમારે કહ્યું કે જેડીએસએ આજે પોતાના નેતાઓની બેઠક બોલાવી છે. અમે પણ પાર્ટી નેતાઓની બેઠક બોલાવી છે જેથી કરીને આ સંકટમાંથી ઉગરી શકાય. મને પૂરો વિશ્વાસ છે કે હાલાત જલદી સામાન્ય થઈ જશે. દેશ અને બંને પક્ષો માટે અમારે સરકારને સારી રીતે ચલાવવી પડશે. મને એ પણ વિશ્વાસ છે કે રાજીનામા આપનારા તમામ ધારાસભ્યો પાછા આવશે.
Congress leader Siddaramaiah on political situation in #Karnataka : This clearly shows that BJP is behind all these defections. It is Operation Kamala...Everything is fine. Don't worry. Govt will survive, there is no threat to the govt. pic.twitter.com/3ZjPPj7IS8
— ANI (@ANI) July 7, 2019
આ બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી એચડી દેવગૌડા પણ આજે અમેરિકાથી પાછા ફરીને બેંગ્લુરુ પહોંચી રહ્યાં છે. સાંજ સુધીમાં તેઓ આ સંકટને લઈને મહત્વની બેઠક કરશે. આ સાથે સૂત્રોના જણાવ્યાં મુજબ તેમણે સિદ્ધારમૈયા સાથે ફોન પર વાત કરી છે. કહેવાય છે કે કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોને કર્ણાટકમાં મંત્રીપદની ઓફર અપાશે. તેના પર વિચાર થઈ રહ્યો છે.
જુઓ LIVE TV
આ બાજુ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પ્રહલાદ જોશીએ કર્ણાટકના આ રાજકીય સંકટ પાછળ કોંગ્રેસનો હાથ ગણાવ્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એચડી દેવગૌડાને હટાવવા માંગે છે. આ કોંગ્રેસનો ગેમ પ્લાન છે કે એચડી દેવગૌડા અને તેમના પરિવારને પ્રદેશના રાજકારણમાંથી બહાર કરવામાં આવે. તેમાં સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતા જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે