Corona: શું દેશમાં રેમડેસિવિર દવાની અછત છે? કેન્દ્ર સરકારે આપ્યો મહત્વનો જવાબ
હાલના દિવસોમાં ઘણી જગ્યાએ રેમડેસિવિરની અછતના સમાચાર આવ્યા હતા. તેને લઈને વિકે પોલે કહ્યુ, હાલમાં રેમડેસિવિરની કોઈ કમી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં રેકોર્ડ વધારા વચ્ચે રેમડેસિવિર દવાની માંગમાં વધારો થયો છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે દેશમાં રેમડેસિવિર દવાની કોઈ અછત નથી. સાથે સરકારે કહ્યું કે રેમડેસિવિર માત્ર હોસ્પિટલમાં દાખલ ઓક્સીજન પર રહેલા દર્દીઓ માટે છે, ઘર પર સારવારમાં તેનો ઉપયોગ થશે નહીં.
નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડોક્ટર વીકે પોલે કહ્યુ, 'ઘર પર સારવાર દરમિયાન રેમડેસિવિરના ઉપયોગનો સવાલ નથી. તેની જરૂરીયાત એવા લોકોને છે જે હોસ્પિટલમાં દાખલ છે અને ઓક્સીજનની જરૂર પડે છે. કેમિસ્ટની દુકાનોમાંથી તેની ખરીદી થઈ શકશે નહીં.'
હાલના દિવસોમાં ઘણી જગ્યાએ રેમડેસિવિરની અછતના સમાચાર આવ્યા હતા. તેને લઈને વિકે પોલે કહ્યુ, હાલમાં રેમડેસિવિરની કોઈ કમી નથી. અમે ડોક્ટરોને હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 દર્દીઓના ઉપચારમાં તાર્કિક રીતે તેના ઉપયોગ કરવાની અપીલ કરીએ છીએ.
કેન્દ્રએ નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે દેશમાં વધતી માંગને કારણે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા રેમડેસિવિર દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે 11 એપ્રિલે આ નિર્ણય લીધો હતો.
કોરોના પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Union Ministry of Health) એ જણાવ્યું કે, દેશમાં 89.51 ટકા લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. દેશમાં કોરોનાથી 1.25 ટકા મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના 9.24 ટકા એક્ટિવ કેસ છે. મંત્રાલયના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ ચિંતાનું એક મોટુ કારણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે