AAP નેતા સંજય સિંહની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?

કોરોના વાયરસ (Coronavirus) સંકટ સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આપ સાંસદ સંજયસિંહના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના કોવિડ-19 સેન્ટર જવાને લઇ નિશાન સાધ્યું હતું.
AAP નેતા સંજય સિંહની આ વાત પર રોષે ભરાયા ગૌતમ ગંભીર, કહ્યું- શું કેજરીવાલ સાથે વાત નથી થતી?

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંકટ સમયમાં ભાજપ અને આમ આદમી પાર્ટી એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે ગૌતમ ગંભીર (Gautam Gambhir)એ આપ સાંસદ સંજયસિંહના સવાલનો જવાબ આપ્યો છે. જેમાં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ના કોવિડ-19 સેન્ટર જવાને લઇ નિશાન સાધ્યું હતું.

સંજય સિંહએ એક ટ્વીટમાં લખ્યું, સાંભળ્યું છે દિલ્હી સરકાર તરફથી બનાવેલા દુનિયાના સૌથી મોટા કોવિડ હોસ્પિટલનું ગૃહ મંત્રી અમિત શાહ ચોરી-ચોરી ચુપકે ચુપકે ઉદ્ઘાટન કરવા આવી રહ્યાં છે. ભાજપ કોરોનાથી લડી રહ્યું છે કે પછી અરવિંદ કેજરીવાલથી?

आपकी केजरीवाल जी से बात नहीं होती या अकेले जाके क्रेडिट लेने का मन बनाया था? https://t.co/zf9oitNSY5

— Gautam Gambhir (@GautamGambhir) June 27, 2020

સંજય સિંહના આ પ્રહારનો પૂર્વ દિલ્હીથી ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે વળતો જવાબ આપ્યો છે. ગંભીરે સંજય સિંહની ટ્વીટના જવાબમાં લખ્યું- સંજયજી, તમારા આ ટ્વીટ બાદ મેં જાતે ગૃહ મંત્રી અમિત શાહથી આ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, ઉદ્ઘાટન કરવા નહીં નિરીક્ષણ કરવા જઈ રહ્યો છું. જેના માટે અરવિંદ કેજરીવાલજીને પણ બોલાવ્યા છે. તમારી કેજરીવાલથી વાત નથી થતી અથવા એકલા જઈને ક્રેડિટ લેવાનું મન બનાવ્યું હતું?

તમને જણાવી દઇએ કે, કોરોનાની સામેની લડતમાં દિલ્હી સરકારે 5 હથિયાર ઉતાર્યા છે. જેમાં બેડ્સની સંખ્યા વધારવાની સાથે જ યુદ્ધ સ્તર પર ટેસ્ટિંગ અને આઇસોલેશનનું કામ, ઓક્સીમીટર તેમજ ઓક્સીજન કન્સેન્ટ્રેટર રજૂ કરવા, પ્લાઝ્મા થેરાપીની દેશમાં પ્રથમ સફળ ટ્રાયલ અને સેરોલોજિકલ સર્વે શરૂ કરવો સામેલ છે. આ વાતની જાણકારી સીએમ કેજરીવાલે એક ટ્વીટ દ્વારા આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news