Corona Vaccine: સીરમ ઈન્સ્ટિટ્યૂટે જાહેર કરી કોરોના રસી Covishield ની વેચાણ કિંમત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને આ ભાવે મળશે

કોવિશિલ્ડ રસી બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આજે રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલો માટે પોતાના નવા ભાવની યાદી બહાર પાડી છે. 

Corona Vaccine: સીરમ ઈન્સ્ટિટ્યૂટે જાહેર કરી કોરોના રસી Covishield ની વેચાણ કિંમત, રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને આ ભાવે મળશે

પુણે: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણથી મચેલા હાહાકાર વચ્ચે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનમાં ઝડપ લાવવાનું નક્કી કર્યું છે. સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાની જાહેરાત કરી છે. ત્યારબાદ કોવિશિલ્ડ રસી બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આજે રાજ્ય સરકારો અને પ્રાઈવેટ હોસ્પિટલો માટે પોતાના નવા ભાવની યાદી બહાર પાડી છે. 

કેટલી હશે કોવિશિલ્ડ રસીની કિંમત
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ નિવેદન બહાર પાડીને કહ્યું કે ભારત સરકારના નિર્દેશો બાદ અમે કોવિશિલ્ડ રસીની કિંમતોની જાહેરાત કરી રહ્યા છીએ.  રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે રસી આપવામાં આવશે. જો કે લોકોને કયા ભાવે રસી મળશે તે નિર્ણય સરકાર લેશે. 

— SerumInstituteIndia (@SerumInstIndia) April 21, 2021

ભારતે સરકારે હાલમાં જ વેક્સીનેશનના નવા તબક્કાની જાહેરાત કરી છે. આ તબક્કામાં રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલ સીધી રસી નિર્માતાઓ પાસેથી રસીની ખરીદી કરી શકશે. અત્યાર સુધી ફક્ત કેન્દ્ર સરકાર જ રસી ખરીદતી હહતી અને અલગ અલગ રાજ્યોમાં આપતી હતી. 

રસીના કુલ ઉત્પાદનના 50 ટકા રસી કેન્દ્ર સરકારને મળશે જ્યારે બાકી 50 ટકા રાજ્ય સરકારો સીધી રસી નિર્માતાઓ પાસેથી લઈ શકશે. આ સાથે જ પ્રાઈવેટ સેક્ટર પણ આમ કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news