Covovax ને બુસ્ટરડોઝ તરીકે મળી જશે માન્યતા : Adar Poonawalla એ કર્યા મોટા ખુલાસા
COVID-19 in India: પૂનાવાલાએ કહ્યું કે દરેક વ્યક્તિ ભારત તરફ એ આશાની જનરે જોઈ રહ્યો છે. માત્ર આરોગ્યસંભાળના સંદર્ભમાં જ નહીં પણ કારણ કે દેશ વિશાળ અને વૈવિધ્યસભર વસ્તીની સંભાળ રાખવામાં સફળ રહ્યો છે.
Trending Photos
Adar Poonawalla News: સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાએ દાવો કર્યો છે કે તેમની Covovax રસી આગામી 10 થી 15 દિવસમાં કોવિડ-19 વિરોધીના 'બૂસ્ટર' ડોઝ તરીકે મંજૂર કરવામાં આવશે. રાજ્યો અને જિલ્લાઓને કોવિશિલ્ડ રસી ન મળવા અંગે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પાસે પુરવઠા માટે રસીઓનો પૂરતો સ્ટોક છે.
'ઓમિક્રોન સામે ખૂબ અસરકારક'
પૂનાવાલાએ કહ્યું, Covovax 'બૂસ્ટર' ડોઝ તરીકે આગામી 10-15 દિવસમાં મંજૂરી મળી જશે. તે વાસ્તવમાં શ્રેષ્ઠ બૂસ્ટર છે કારણ કે તે કોવિશિલ્ડની તુલનામાં ઓમિક્રોન સામે ખૂબ અસરકારક છે.
'દરેક લોકો આશા સાથે ભારત તરફ જોઈ રહ્યા છે'
પૂનાવાલાએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ આશા સાથે ભારત તરફ જોઈ રહ્યો છે, માત્ર આરોગ્યસંભાળના સંદર્ભમાં જ નહીં, પણ કારણ કે દેશ વિશાળ અને વૈવિધ્યસભર વસ્તીની સંભાળ રાખવામાં સફળ રહ્યો છે અને તેણે કોવિડ-19 દરમિયાન 70થી 80 દેશોની મદદ પણ કરી. તેમણે કહ્યું, 'આ બધું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, આરોગ્ય કર્મચારીઓ, ઉત્પાદકોના નેતૃત્વને કારણે શક્ય બન્યું છે, જેમણે એક સામાન્ય લક્ષ્ય માટે સાથે મળીને કામ કર્યું હતું.'
આ પ્રસંગે, પૂનાવાલાને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ડૉ. પંતંગરાવ કદમ મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જુઓ લાઈવ ટીવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે