Corona: દિલ્હીમાં જે માતાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યો, તેના પુત્રએ રજૂ કર્યું દર્દ
દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના લીધે જે મહિલાનું મોત નિપજ્યું હતું. શનિવારે નિગમબોધ ઘાટ (nigambodh ghat) પર તેના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા. જોકે આ પહેલાં પરિવારજનોને મહિલાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવવામાં આવ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના લીધે જે મહિલાનું મોત નિપજ્યું હતું. શનિવારે નિગમબોધ ઘાટ (nigambodh ghat) પર તેના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા. જોકે આ પહેલાં પરિવારજનોને મહિલાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવવામાં આવ્યા હતા. મૃતકના પરિવારજનોએ જ્યારે લોધી રોડ સ્થિત સ્મશાન ઘાટનો સંપર્ક કર્યો તો ત્યાં પણ તેમને ના પાડી દીધી.
પરિવારજનોનું કહેવું છે કે મહિલાની લાશ રાત્રે એક વાગે હોસ્પિટલથી એમ્બુલન્સમાં લાવવામાં આવી હતી અને સવારે 10 વાગે તે લોકો મહિલાની લાશ લઇને નિગમ બોધ ઘાટ આવ્યા. અહીં આવતાં લાશના અંતિમ સંસ્કાર કરવાની મનાઇ કરી દીધી. મહિલાના ભત્રીજાએ જણાવ્યું કે 'અમને કહેવામાં આવ્યું કે લાશને લોધી રોડ લઇ જાવ. જ્યાં ઇલેક્ટ્રોનિક અગ્નિ સંસ્કાર થઇ જશે. અમે લોધી રોડ પર ફોન કરીને પૂછ્યું તો તેમણે ના પાડી દીધી. 3 કલાકથી અમે લાશ લઇને આમ તેમ એમ્બુલન્સમાં ફરતા રહ્યા. પોલીસ અને અહીંની ધારાસભ્યને પણ જણાવ્યું. ઠેર-ઠેર ફોન કર્યો. જ્યારે તેમના પર દબાણ બનાવ્યું ત્યારે અમને અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી મળી.
રડતાં મહિલાના પુત્રએ કહ્યું કે 'તમે વિચારો, શું વિતશે એક પુત્ર પર, માતાની લાશ લઇને ફરી રહ્યો છે. અગ્નિ સંસ્કાર કરવા દેતા નથી, સરકાર ઉંઘી રહી હતી, કોઇએ તેના વિશે વિચાર્યું નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમારી સ્ક્રીનિંગ થઇ કે નહી? તેમણે જણાવ્યું કે 'અમારા અંદર લક્ષણ ન હતા, એટલા માટે અમને ફક્ત isolation માં રાખવામાં આવ્યા હતા.
કોરોના પોઝિટીવ મહિલાના મોત બાદ 3 કલાક સુધી આ વિવાદ રહ્યો કે અંતિમ સંસ્કાર કેવી રીતે થશે. આ સંસ્કારમાં ફક્ત પરિવારના લોકો જ હાજર હતા. ડોક્ટરોની હાજરીમાં મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે