ટીમ માલિક BCCIની સાથે, IPL મેચો ઘટાડવા સહિત 7 વિકલ્પો પર ચર્ચા!


બીસીસીઆઈએ શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝીના માલિકો સાથે કોરોના વાયરસના પ્રકોપ અને આગામી સિઝન પર તેના પ્રભાવની ચર્ચા કરી હતી. 
 

ટીમ માલિક BCCIની સાથે, IPL મેચો ઘટાડવા સહિત 7 વિકલ્પો પર ચર્ચા!

મુંબઈઃ ભારતીય ક્રિકેટ  કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શનિવારે મુંબઈ સ્થિત હેડ ક્વાર્ટરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઇઝી માલિકોથી કોરોના વાયરસના પ્રકોપ અને આગામી સિઝન પર તેના પ્રભાવ પર ચર્ચા કરી હતી. તમામ ફ્રેન્ચાઇઝીના પ્રશંસકો, ખેલાડીઓ અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બીસીસીઆઈના વલણનું સમર્થન કર્યું છે. 

બીસીસીઆઈ સૂત્રએ બેઠક બાદ ગોપનીયતાની શરત પર કર્યું, 'ટીમ માલિકો અને બીસીસીઆઈ વચ્ચે બેઠક દરમિયાન છથી સાત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી, જેમાં આઈપીએલની મેચોમાં ઘટાડો કરવો પણ સામેલ છે.'

સચિવ જય શાહે પોતાના નિવેદનમાં કહ્યું, 'બોર્ડ જાહેર સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં નિર્ણય લેવાના ભારત સરકાર, રાજ્ય સરકારો અને અન્ય સરકારી સંસ્થાઓની સાથે મળીને ધ્યાન અને કામ કરવાનું ચાલું રાખશું.'

સચિવે કહ્યું, બીસીસીઆઈ અને તેના તમામ હિતધારક અમારી મહાન રમત અને રાષ્ટ્રમાં સામેલ તમામ માટે એક સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ કોરોના મહામારીને કારણે 29 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગને 15 એપ્રિલ સુધી સસ્પેન્ડ કરી દીધી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news