દિલ્હીમાં CRPFના સબ-ઈન્સ્પેક્ટરે પોતાના સીનિયરને મારી ગોળી, પછી કર્યો આપઘાત

દેશની રાજધાની દિલ્હીના પોશ વિસ્તાર લોધી એસ્ટેટમાં ફાયરિંગની ઘટના બની છે. લોધી એસ્ટેટ નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં આવે છે. અહીં પર નેતાઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓના ઘર છે. 

દિલ્હીમાં CRPFના સબ-ઈન્સ્પેક્ટરે પોતાના સીનિયરને મારી ગોળી, પછી કર્યો આપઘાત

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના પોશ વિસ્તાર લોધી એસ્ટેટમાં ફાયરિંગની ઘટના બની છે. લોધી એસ્ટેટ નવી દિલ્હી લોકસભા ક્ષેત્રમાં આવે છે. અહીં પર નેતાઓથી લઈને મોટા ઉદ્યોગપતિઓના ઘર છે. પોશ વિસ્તારમાં ગોળીઓના અવાજ બાદ ત્યાં સનસની ફેલાઇ ગઈ છે. 

હાલની જાણકારી પ્રમાણે આ સનસનીખેજ ગોળીકાંડમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના બે કર્મીઓના મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે સીઆરપીએફ સબ ઈન્સ્પેક્ટરે પહેલા એક સીઆરપીએફ ઇન્સ્પેક્ટરને ગોળી મારી દીધી અને ત્યારબાદ ખુગને ગોળી મારી લીધી હતી. હાલ ઘટનાનું કારણ સામે આવ્યું નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

જાણકારી પ્રમાણે શુક્રવારે મોડી રાત્રે 61 લોધી એસ્ટેટમાં ગોળીઓ ચલવાનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તારમાં સાંસદો અને વીઆઈપી લોકો રહે છે, જેથી ગોળીકાંડના સમાચાર મળતા સીનિયર અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. 

પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તો સીઆરપીએફના 2 જવાન ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત હતા. પરંતુ થોડીવાર બાદ બંન્નેના મોત થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું કે, સીઆરપીએફના  સબ ઈન્સ્પેક્ટર કરનૈલ સિંહ અને ઈન્સ્પેક્ટર દશરથ સિંહ વચ્ચે કંઇક બોલાચાલી થઈ અને વાત એટલી વધી ગઈ કે સબ ઈન્સ્પેક્ટરે પહેલા ઈન્સ્પેક્ટરને ગોળી મારી દીધી અને પછી ખુદને ગોળી મારી હતી. આ ઘટનામાં બંન્નેના મોત થયા છે. 

 મહત્વનું છે કે 61 નંબરની કોઠી ગૃહમંત્રાલયને ફાળવેલ છે. અહીં સીઆરપીએફના જવાનો રહે છે. હાલ બંન્નેના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news