Live Updates: આગામી 6 કલાકમાં 'રેમલ' ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસર

Cyclone Remal Live Updates: ભારતીય હવામાન વિભાગ  (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા 'રેમલ' ને લઇને અપડેટ આપી છે. IMD એ પોતાની પોસ્ટમાં કહ્યું કે આગામી 6 કલાકમાં 'રેમલ' એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ જશે.

Live Updates: આગામી 6 કલાકમાં 'રેમલ' ધારણ કરશે રૌદ્ર સ્વરૂપ, ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસર

Cyclone Remal Effect: ભારતીય હવામાન વિભાગ  (IMD) રવિવારે સોશિયલ મીડિયા સાઇટ X પર વાવાઝોડા 'રેમલ' ને લઇને અપડેટ આપી છે. તો આજે રવિવારે IMD એ તેના અપડેટ લઇને સોશિયલ મીડિયા સાઇડ  X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં  IMD એ કહ્યું કે સાઇક્લોન 'રેમલ' નો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્રીપ સમૂહના દક્ષિણ પૂર્વ લગભગ 290 કિમી. ખેપુપારા (બાંગ્લાદેશ) ના દક્ષિણ પૂર્વમાં 300 કિમી અને કેનિંગ (ડબ્લ્યૂબી)ના દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે. 

Cyclone Remal Live Updates: કંટ્રોલરૂપ સ્થાપિત
IMD એ કહ્યું કે ચક્રવાત 'રેમલ' ભીષણ ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ ગયું છે. 'રેમલ' ની દેખરેખ માટે સુંદરવનમાં કંટ્રોલ રૂપ સ્થાપિત કરવામાં આવ્યો છે. 

Cyclone Remal Live Updates: ચક્રવાત ભીષણ તોફાનમાં તબદીલ, આજે રાત્રે બંગાળ, બાંગ્લાદેશના તટથી ટકરાશે
IMDએ જણાવ્યું કે ચક્રવાત 'રેમલ' એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે અને રવિવારે રાત્રે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે. આ પ્રી-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલા અપડેટ મુજબ, ચક્રવાત 'રેમલ' રવિવારે સવારે 8 વાગ્યે ઉત્તર બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યો હતો અને ખેપુપારાથી લગભગ 290 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને સાગરથી 270 કિમી દૂર સ્થિત છે. ટાપુ દક્ષિણ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું.

Cyclone Remal Live Updates: 'રેમલ' આગામી થોડા કલાકોમાં એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે
IMD અનુસાર, ચક્રવાત 'રેમલ' આગામી થોડા કલાકોમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમશે અને 26 મેની મધ્યરાત્રિની આસપાસ બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચે ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પસાર થશે.

ચક્રવાત રેમાલના ટ્રેકિંગ વિશે વાત કરતા IMD અનુસાર 'રેમલ' આગામી 6 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. તે 26 મેની રાત્રે બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠેથી પસાર થશે. હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાત 26 મેના રોજ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. જેને લઈને કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ચેતવણી અને 26-27 મેના રોજ કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણીનો સમાવેશ થાય છે.

ક્યાં જોવા મળશે વાવાઝોડા રેમલની અસર
તમને જણાવી દઈએ કે 22 મેના રોજ બંગાળની ખાડીમાં શરૂઆતમાં એક લો પ્રેશર સિસ્ટમ જોવા મળી હતી, જે હવે વધુ નોંધપાત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જે હાલમાં મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. IMD અનુસાર, પશ્ચિમ બંગાળ તેમજ અન્ય પૂર્વોત્તર રાજ્યો જેમ કે ત્રિપુરા, આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં વરસાદ અને તેજ પવન ફૂંકાઈ શકે છે. ત્રિપુરાના પ્રાદેશિક હવામાન કેન્દ્રે પણ 26 મેથી પ્રતિકૂળ હવામાન સામે ચેતવણી આપી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 25-29 મે વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. કેરલ, માહે, આંધ્ર પ્રદેશ, કર્ણાટકના સમુદ્રી વિસ્તારમાં ભારે વરસાદ થશે. છત્તીસગઢમાં 25 અને 26 મે, ઝારખંડમાં 25-28 મે, બિહારમાં 26-28 મે, ઉત્તરાખંડમાં 25-29 મે, વિદર્ભમાં 25 મે, સમુદ્રી આંધ્ર પ્રદેશ અને યમનમાં વરસાદ થશે.

કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના
ભારતના કેટલાક ભાગમાં 27-28 મેએ ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાના ટકરાવા સમયે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. હવામાન વિભાગે માછીરારોને 27 મેની સવાર સુધી બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે 26 અને 27 મેએ પશ્ચિમ બંગાળના સમુદ્રી જિલ્લા (દક્ષિણ અને ઉત્તર 24 પરગના) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે.

31 મેએ કેરલમાં ચોમાસું પહોંચશે
ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય પ્રદેશ જેવા વિસ્તારમાં હીટવેવ ચાલી રહી છે. તો પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર, વિદર્ભ, છત્તીસગઢમાં પણ આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન હીટવેવ રહેવાની સંભાવના છે. ચોમાસાની વાત કરીએ તો હવામાન વિભાગે સારા સમાચાર આપતા કહ્યું કે દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના બાકી ભાગોમાં આગળ વધી ગયું છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગ, અને પૂર્વોત્તર બંગાળની ખાડીમાં આગળ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે 31 મેએ કેરલમાં ચોમાસું પહોંચી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news