દિલ્હી: કીર્તિનગર વિસ્તારમાં લાગી આગ, હજુ સુધી કોઇપણ નુકસાન નહી

કોરોના અને લોકડાઉન વચ્ચે કીર્તિ નગરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ચૂનાની ભટ્ટીની વસ્તીમાં લાગી છે. 

Updated By: May 22, 2020, 08:36 AM IST
દિલ્હી: કીર્તિનગર વિસ્તારમાં લાગી આગ, હજુ સુધી કોઇપણ નુકસાન નહી

નવી દિલ્હી: કોરોના અને લોકડાઉન વચ્ચે કીર્તિ નગરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ચૂનાની ભટ્ટીની વસ્તીમાં લાગી છે. 

આગ ઓલવવા માટે ઘટનાસ્થળ પર ફાયર ટેન્ડર હાજર છે અને આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. 

દિલ્હી ફાયર સર્વિસના ચીફ ફાયર અધિકારીએ જણાવ્યું કે લગભગ 45 વાહન આગ ઓલવવાના કામમાં લાગ્યા છે. અત્યાર સુધી કોઇ હતાહત હોવાના સમાચાર નથી. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર