દિલ્હી ચૂંટણી: 'દેશના ગદ્દારોને ગોળી મારો...'નારા લગાવડાવનારા મોદી સરકારના મંત્રી હવે મુશ્કેલીમાં!
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ પણ સતત વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. સોમવારે દિલ્હીની રિઠાલા (Rithala) વિધાનસભામાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા પહોંચેલા કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કઈંક એવું કહી દીધુ કે ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર પાસે રિપોર્ટ માંગી લીધો છે.
હકીકતમાં અનુરાગ ઠાકુરે સોમવારે પોતાના ભાષણમાં નારા લગાવ્યાં હતાં. જેમાં 'દેશના ગદ્દારોને ગોળી મારો, #$#@ને...' આ નિવેદન બાદ ભાજપના નેતા વિરોધીઓના નિશાના પર આવી ગયાં છે. દિલ્હીની રિઠાલામાં ભાજપના ઉમેદવાર મનીષ ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરવા પહોંચ્યા હતાં.
ભાજપના નેતા અનુરાગ મંચ પરથી જનતાને કહેતા જોવા મળી રહ્યા છે કે 'દેશના ગદ્દારોને...' અને જનસભામાં હાજર લોકો નારાને આગળ વધારતા કહે છે 'ગોળી મારો...' આ દરમિયાન ચૂંટણી પ્રચાર મંચ પર ભાજપના સાંસદ હંસરાજ હંસ સહિતના તમામ નેતાઓ બેઠેલા જોવા મળી રહ્યાં છે.
MoS Finance, Anurag Thakur is leading crowd to chant “Desh ke gaddaron ko, Goli maro salon ko”
Gaddars of 1947 telling those who fought for India, that they are gaddars!! pic.twitter.com/h8Rr8PQ3qg
— 🌿🎭Ajay 🍋🌶️🌿 (@MeriChotiDuniya) January 27, 2020
વીડિયોમાં અનુરાગ ઠાકુર એમ પણ કહેતા જોવા મળી રહ્યાં છે કે 'પાછળ સુધી અવાજ જવો જોઈએ...ગિરિરાજજીને પણ સંભળાવવું જોઈએ.' અત્રે જણાવવાનું કે ગિરિરાજ સિંહ દેશની મોદી સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી છે.
પ્રશાંત ભૂષણે ટ્વીટર પર લખ્યું કે "લોકોને ઉક્સાવવાના આરોપમાં તેમણે જેલમાં હોવું જોઈએ જ્યારે તેઓ તેની જગ્યાએ મંત્રીમંડળનો ભાગ છે. ભાજપને ઉમેદવાર અને મંત્રીમંડળ માટે ફક્ત આવા જ લોકો મળે છે."
કપિલ મિશ્રા પણ કરી ચૂક્યા છે વિવાદિત ટ્વીટ
આ અગાઉ ભાજપના મોડલ ટાઉનના વિધાનસભાના ઉમેદવાર કપિલ મિશ્રાએ શાહીન બાગના સીએએ વિરોધ સ્થળને મિની પાકિસ્તાન કહી દીધુ હતું. આ ઉપરાંત મિશ્રાએ પોતાની એક ટ્વીટમાં કહ્યું હતું કે 8 ફેબ્રુઆરીના રોજ થનારી વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીના રસ્તાઓ પર હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો મુકાબલો થશે.
पाकिस्तान की एंट्री शाहीन बाग में हो चुकी हैं
दिल्ली में छोटे छोटे पाकिस्तान बनाये जा रहे हैं
शाहीन बाग, चांद बाग, इंद्रलोक में देश का कानून नहीं माना जा रहा
पाकिस्तानी दंगाइयों का दिल्ली की सड़को पर कब्जा हैं https://t.co/jcq1PgzXb7
— Kapil Mishra (@KapilMishra_IND) January 23, 2020
ચૂંટણી પંચે મિશ્રાની આ ગતિવિધિઓને આદર્શ આચાર સંહિતા અને કાયદાની જોગવાઈઓનો ભંગ માન્યો અને તેમને પોતાનું સ્પષ્ટિકરણ આપવા જણાવ્યું હતું.
અત્રે જણાવવાનું કે દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે આઠ ફેબ્રુઆરીએ ચૂંટણી છે. મતગણતરી 11 ફેબ્રુઆરીએ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે