ઝઘડો થતા પત્નીને ડરાવવા માટે પતિએ કર્યું ફાયરિંગ, પછી જે થયું...તે જાણીને ચક્કર ખાઈ જશો

દેશની રાજધાની દિલ્હી (Delhi)ના નરેલા (Narela) બી-2 વિસ્તારમાં શુક્રવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક યુવતી આ ઝઘડો જોઈ રહી હતી જેનું તેણે પરિણામ પણ ભોગવવું પડ્યું. 

ઝઘડો થતા પત્નીને ડરાવવા માટે પતિએ કર્યું ફાયરિંગ, પછી જે થયું...તે જાણીને ચક્કર ખાઈ જશો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi)ના નરેલા (Narela) બી-2 વિસ્તારમાં શુક્રવારે પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એક યુવતી આ ઝઘડો જોઈ રહી હતી જેનું તેણે પરિણામ પણ ભોગવવું પડ્યું. વાત જાણે એમ હતી કે પતિ પત્નીના વિવાદમાં પતિએ પત્નીને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું. આ ફાયરિંગથી છૂટેલી ગોળી બાલ્કનીમાં ઊભેલી યુવતીના પેટમાં વાગી. મહિલાની હાલાત નાજુક છે. તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 

પાડોશીઓનું કહેવું છે કે અનેક દિવસોથી પતિ અને પત્નીની લડાઈ ચાલી રહી હતી. ગઈ કાલે પણ યવકે તેની પત્નીને મારી હતી અને આજે (શુક્રવારે) જબરદસ્તીથી પોતાની પત્નીને કારમાં  બેસાડીને ક્યાંક લ઼ઈ જઈ રહ્યો હતો. ત્યારબાદ યુવક ગાડીમાંથી બહાર આવ્યો અને દેશી તમંચાથી હવામાં ફાયરિંગ કર્યું. આ ગાળો ઉપર રહેતી યુવતીને પેટમાં વાગી. 

જુઓ LIVE TV

જેને ગોળી વાગી છે તે યુવતીની ઓળખ 21 વર્ષન રચના તરીકે થઈ છે. ગોળી મારનાર વ્યક્તિના સાસરીયાના ઘરની બરાબર ઉપરના માળે તે રહે છે. ફાયર કર્યા બાદ યુવક પત્નીને પોતાની કારમાં બેસાડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો. હાલ પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news