દિલ્હી-NCR માં વાતાવરણમાં પલટો, ઘણા સ્થળો પર ભારે પવનની સાથે વરસાદ

દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, ગુરુગ્રામ, ઇજ્જર, મેવાત, પલવલ અને સોનીપતમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે.   

Updated By: Mar 9, 2021, 11:03 PM IST
દિલ્હી-NCR માં વાતાવરણમાં પલટો, ઘણા સ્થળો પર ભારે પવનની સાથે વરસાદ

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર તથા આસપાસના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે હળવો વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-નોઇડાની સાથે ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં પણ વરસાદના સમાચાર છે. પાછલા કેટલાક દિવસથી વધી રહેલા તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે લોકોને વધી રહેલી ગરમીથી રાહત મળી છે. મહત્વનું છે કે દિલ્હી-એનસીઆરમાં મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો શહેરમાં 12 માર્ચે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

અચાનક વાતાવરણમાં આવ્યું પરિવર્તન
રાજધાનીમાં મંગળવારે સવારે ગરમી હતી. ન્યૂનતમ તાપમાનની સાથે અધિકતમ તાપમાનથી પણ લોકોને મુશ્કેલી થઈ રહી હતી. પરંતુ રાત્રે આઠ કલાક બાદ હવામાનમાં પલટો શરૂ થયો. વાદળોની સાથે વિજળી થવા લાગી. 15થી 20 મિનિટ પવનની આંધી ચાલી હતી. પાલમ, દ્વારકા, પશ્ચિમી દિલ્હીમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. વરસાદની સાથે ઠંડી હવા શરૂ થતા ગરમીમાં ઘટાડો થયો હતો. 

દિલ્હી નોઇડા ગાઝિયાબાદ ફરીદાબાદ ગુરુગ્રામ, ઇજ્જર, મેવાત, પલવલ અને સોનીપતમાં કેટલાક સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમી વિક્ષોભને કારણે દિલ્હી-એનસીઆરમાં ગરમીથી સામાન્ય રાહત મલી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. 

આ રાજયોમાં 11 માર્ચથી 13 માર્ચ વરસાદની સંભાવના
તો પહાડો પર એકવાર બર્ફ વર્ષા શરૂ થવાથી હવામાનમાં ફેરફાર થયો છે. ઉત્તરાખંડ અને કાશ્મીરના ઉપરી વિસ્તારમાં બર્ફ વર્ષાથી તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ પ્રામાણે દેશના ઘણા રાજ્યોમાં 11 માર્ચથી 13 માર્ચ સુધી વરસાદની સંભાવના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube