West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળના ડીજીપી વીરેન્દ્રને ચૂંટણી પંચે હટાવ્યા, પી નીરજનયનને સોંપી જવાબદારી
પશ્ચિમ બંગાળના ડીજીપી વીરેન્દ્રને ચૂંટણી પંચે મંગળવારે હટાવી દીધા છે. તેમને ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કામોની જવાબદારી ન સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) પહેલા ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગયું છે. મંગળવારે પંચે પશ્ચિમ બંગાળના ડીજીપી વીરેન્દ્રનું ટ્રાન્સફર કરી દીધુ છે. વીરેન્દ્રના સ્થાને પી નીરજનયનને તૈનાત કરવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે પંત તરફથી સખત નિર્દેશ છે કે વીરેન્દ્રને ચૂંટણી સાથે જોડાયેલા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કામોની જવાબદારી આપવામાં આવશે નહીં. ચૂંટણી પંચના ખાસ પર્યવેક્ષક ચૂંટણી તૈયારીઓની સમીક્ષા માટે કોલકત્તા પહોંચ્યા બાદ આ નિર્ણય આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 27 માર્ચથી વિધાનસભા ચૂંટણી શરૂ થવાની છે. ચૂંટણી પંચ બંગાળમાં સુરક્ષિત અને નિષ્પક્ષ મતદાનને લઈને શરૂઆતથી સતર્ક છે. તેને ધ્યાનમાં રાખતા પ્રદેશમાં આઠ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવી છે. પંચે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓ માટ પર્યવેક્ષક મોકલ્યા છે. શુક્રવારે વિશેષ પર્યવેક્ષકના રૂપમાં અજય નાયક અને પોલીસ પર્યવેક્ષપના રૂપમાં વિવેક દુબેને કોલકત્તા મોકલવામાં આવ્યા છે.
બન્ને પર્યવેક્ષકોએ અહીં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી. આ વચ્ચે મંગળવારે આ આદેશ ચૂંટણી પંત તરફથી આવ્યો, જેમાં બંગાળના ડીજીપીનું ટ્રાન્સફર કરી દેવામાં આવ્યું છે. પંચે પોતાના આદેશમાં કહ્યું કે, આ નિર્ણય પ્રદેશમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બાદ લેવામાં આવ્યો છે. પંચે બંગાળ સરકારને આ સંબંધમાં આદેશ પત્ર પણ મોકલ્યો છે.
તેમાં લખવામાં આવ્યું છે કે ચૂંટણી તૈયારીની સમીક્ષા બાદ પંચે 1985 બેચના આઈપીએસ અધિકારી ડીજીપી વીરેન્દ્રની તત્કાલ પ્રભાવથી બદલી કરવાનો નિર્ણય કર્યો છે. તેમને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટરી ચૂંટણી સંબંધિત કોઈ કામ આપવામાં આવશે નહીં. તો 1987 બેચના આઈપીએસ અધિકારી પી નીરજનયને બંગાળના નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે