India-Japan Samvad conference: ભારતમાં બનાવો બૌદ્ધ પુસ્તકાલય, અમે સંસાધન ઉપલબ્ધ કરાવીશું-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-જાપાન સંવાદ કોન્ફરન્સ (India-Japan Samvad conference)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહ્યા છે.

India-Japan Samvad conference: ભારતમાં બનાવો બૌદ્ધ પુસ્તકાલય, અમે સંસાધન ઉપલબ્ધ કરાવીશું-PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-જાપાન સંવાદ કોન્ફરન્સ (India-Japan Samvad conference)ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આજે હું બૌદ્ધ સાહિત્ય અને ધર્મગ્રંથોની એક લાઈબ્રેરી બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. આવી ચીજના નિર્માણથી અમને આનંદ થશે અને અમે તેના માટે યોગ્ય સંસાધન ઉપલબ્ધ કરાવીશું. 

તેમણે કહ્યું કે લાઈબ્રેરીમાં દુનિયાભરના બૌદ્ધ સાહિત્યનો ડિજિટલ સંગ્રહ રહેશે. આ સાહિત્યોને ટ્રાન્સલેટ પણ કરવામાં આવશે અને તમામ ભિક્ષુઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાઈબ્રેરી ફક્ત સાહિત્યનો ખજાનો જ નહીં હોય પરંતુ તે રિસર્ચ અને ચર્ચાનું પ્લેટફોર્મ પણ હશે. એક પ્રકારે માણસો, સમાજ, અને પ્રકૃતિ સાથે વાસ્તવિક સંવાદ થશે. 

— ANI_HindiNews (@AHindinews) December 21, 2020

પીએમ મોદીએ કહ્યું કે આપણી કામગીરી આવનારા સમયમાં ડિસ્કોર્સને આકાર આપશે. આ દાયકો તે સમાજોનો હશે જે શીખવા અને સાથે સાથે ઈનોવેશનમાં પણ વિશ્વાસ ધરાવતા હશે. તેમણે કહ્યું કે ઐતિહાસિક રીતે બુદ્ધના સંદેશાની રોશની ભારતથી દુનિયાના અનેક ભાગમાં ફેલાઈ. જો કે આ રોશની સ્થિર ન રહી, સદીઓથી દરેક નવા સ્થળે જ્યાં બુદ્ધના વિચાર પહોંચ્યા તે વિક્સિત થઈ રહ્યા છે. 

પીએમ મોદીએ કહ્યું કે આપણી નીતિઓના કેન્દ્રમાં માનવતા હોવી જોઈએ. આપણા અસ્તિત્વના પાયામાં આપણે પ્રકૃતિની સાથે સૌહાર્દપૂર્ણ સહ અસ્તિત્વ જાળવી રાખવું જોઈએ. પીએમ મોદીએ સંમેલનમાં કહ્યું કે ભૂતકાળમા, સામ્રાજ્યવાદથી લઈને વિશ્વ યુદ્ધો સુધી, હથિયારોની રેસથી લઈને અંતરિક્ષની દોડ સુધી માનવતાએ હંમેશા ઘર્ષણનો રસ્તો અપનાવ્યો. આપણી નીતિઓના કેન્દ્ર માં માનવતા હોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news