દિલ્હી પ્રદૂષણઃ ખેતરમાં ઠૂંઠા સળગાવવા બાબતે પંજાબ સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પ્રદૂષણ રોકવા માટે રોડમેપ તૈયાર કરવા 7 દિવસનો સમય આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, હવે પછી કોઈ પણ ખેતરમાં ઠૂંઠા ન સળગવા જોઈએ. 

દિલ્હી પ્રદૂષણઃ ખેતરમાં ઠૂંઠા સળગાવવા બાબતે પંજાબ સરકારની ઝાટકણી કાઢતી સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ અંગે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, 'તમે એમ કહીને છટકી શકો નહીં કે તમે કંઈ કરી શકો એમ નથી. હરિયાણા જો ખેતરના ઠૂંઠા બાળવામાં ઘટાડો કરી શકે છે તો પંજાબ કેમ નહીં.'

સુપ્રીમ કોર્ટે કડક શબ્દોનો પ્રયોગ કરતાં કહ્યું કે, "જો આ રીતે જ તમારે ત્યાં ઠૂંઠા બાળતા રહેશો તો શું અમે લોકોને મરવા માટે છોડી દઈએ." કેન્દ્ર સરકારના એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, 2 લાખથી વધુ ખેડૂતો પર નિયંત્રણ લગાવી શકાય નહીં. તેઓ ઠૂંઠા સળગાવતા રહેશે. 

જોકે, સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને દિલ્હીના પ્રદૂષણ માટે બરાબર આડે હાથ લીધી હતી. સુપ્રીમે પંજાબના મુખ્ય સચિવને કહ્યું કે, અમે તમને અહીંથી સસ્પેન્ડ કરીને પંજાબ મોકલીશું, જો તમારો જવાબ એવો જ રહ્યો કે કેન્દ્ર સરકારે આ બાબતે કંઈક કરવું જોઈએ. સુપ્રીમે પંજાબ સરકારના મુખ્ય સચિવની ઝાટકણી કાઢતા કહ્યું કે, "તમે ઠૂંઠા ખરીદવા માટે શું આયોજન કર્યું છે? તમારી પાસે કોઈ પ્લાન છે ખરો? તમે તેના માટે જવાબદાર છો? "

દિલ્હીમાં ઘરના અંદર પણ પ્રદૂષણ, શું આ રીતે જીવન જીવી શકાય? સુપ્રીમનો વેધક સવાલ

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને પ્રદૂષણ રોકવા માટે રોડમેપ તૈયાર કરવા 7 દિવસનો સમય આપતા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે, હવે પછી કોઈ પણ ખેતરમાં ઠૂંઠા ન સળગવા જોઈએ. ખેડૂતો પર કાર્યવાહી કરવાથી કંઈ થવાનું નથી, તમારે તેમને મુળભૂત સુવિધાઓ આપવાની રહેશે. 

હરિયાણા સરકારના મુખ્ય સચિવે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમે તમામ ગ્રામ પંચાયતમાં મીટિંગ કરી રહ્યા છીએ. સુપ્રીમે હરિયાણા સરકાર સામે નારજગી વ્યક્ત કરતા કહ્યું કે, "મીટિંગ કરવાથી શું થવાનું છે. મીટિંગ પુરી થઈ એટલે કામ પણ પૂર્ણ. તમારી પાસે જે કોઈ પ્લાન હોય તે બતાવો. હવે લોકોને જાગૃત કરવાનો સમય પુરો થઈ ચૂક્યો છે. અત્યારે બધા જ જાગૃત છે."

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news