લાલુ પ્રસાદ યાદવ હજુ થોડા દિવસ જેલમાં રહેશે, જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બરે

ચર્ચિત ચારા કૌભાંડમાં સજા પામેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી પર સુનાવણી આગામી 27 નવેમ્બર સુધી ટળી છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને શપથપત્ર દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે સુનાવણી માટે તારીખ 27 નવેમ્બર નિર્ધારીત કરી છે. 
લાલુ પ્રસાદ યાદવ હજુ થોડા દિવસ જેલમાં રહેશે, જામીન અરજી પર સુનાવણી 27 નવેમ્બરે

રાંચી: ચર્ચિત ચારા કૌભાંડમાં સજા પામેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી પર સુનાવણી આગામી 27 નવેમ્બર સુધી ટળી છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને શપથપત્ર દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે સુનાવણી માટે તારીખ 27 નવેમ્બર નિર્ધારીત કરી છે. 

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ તરફથી દુમકા કોષાગાર (Dumka treasury case) માંથી ગેરકાયદેસર રીતે ઉપાડાયેલા પૈસા કેસમાં જામીન અરજી દાખલ કરાયેલી છે. આ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે તેમને દોષિત ઠેરવીને 7 વર્ષની સજા સંભળાવી છે. સજા દરમિયાન સારવાર અર્થે લાલુને રિમ્સના કેલી બંગલામાં રાખવામાં આવ્યા છે. લાલુ તરફથી અરજીમાં જણાવાયું છે કે અડધી સજા પૂરી કરી લેવાઈ છે આથી તેમને જામીન આપવામાં આવે. આ ઉપરાંત તેમણે પોતાની બીમારીનો હવાલો પણ આપ્યો. લાલુ પ્રસાદના વકીલ તરફથી કોર્ટમાં અરજી આપીને કેસમાં જલદી સુનાવણીનો આગ્રહ કરવામાં આવ્યો હતો. 

— ANI (@ANI) November 6, 2020

દિવાળી અને છઠની રજાના કારણે વધુ રાહ જોવી પડશે
ચારા કૌભાંડ કેસમાં ઝારખંડ હાઈકોર્ટમાં એક સક્ષમ બેન્ચની રચના કરાઈ છે. તે બેન્ચની સુનાવણી સપ્તાહના પ્રત્યેક શુક્રવારે જ થાય છે. 6 નવેમ્બર એટલે આજે શુક્રવાર છે, ત્યારબાદ આગામી શુક્રવારે 13 નવેમ્બર અને 20 નવેમ્બરે હાઈકોર્ટમાં દિવાળી અને છઠની રજા છે. આવામાં આગામી 2 સપ્તાહ તેમની અરજી પર સુનાવણી થઈ શકે નહીં અને જામીન અરજી પર આગામી સુનાવણી 27 નવેમ્બરે નક્કી કરાઈ છે. 

નોંધનીય છે કે લાલુ પ્રસાદને ચારા કૌભાંડના 5 કેસોમાં આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી ચારમાં સજા થઈ છે. દેવધર અને ચાઈબાસા કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવાના બે કેસ માં તેમને હાઈકોર્ટમાંથી અગાઉ જામીન મળી ચૂકયા છે. અન્ય એક કેસમાં વર્ષ 2013માં જ જામીન મળી ગયા હતા. જ્યારે દુમકા કોષાગારમાથી ઉપાડ કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી થવાની હ તી. આ બાજુ ડોરંડા કોષાગારમાંથી પણ ઉપાડ મામલે સીબીઆઈની કોર્ટમાં સુનાવણી ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news