ડુંગળી ખાતા સમયે નહીં પરંતુ કાપતાં સમયે જ કેમ આવે છે આંખમાં આંસુ? ચોંકાવનારું છે કારણ

Knowledge: ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે. તેમ છતાં આપણે ડુંગળીના સ્વાદથી દૂર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ ભજિયા અને સલાડના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. ક્યારેય વિચાર્યું છેકે, આખરે ડુંગળી ખાતા સમયે નહીં પરંતુ કાપતાં સમયે કેમ આવે છે આંસુ? આ સવાલ તમને ક્યારેક તો જરૂર થયો હશે. પણ તમને તેનો જવાબ હજુ સુધી નહીં મળ્યો હોય. તો આ રહ્યો તમારા સવાલનો જવાબ.

ડુંગળી ખાતા સમયે નહીં પરંતુ કાપતાં સમયે જ કેમ આવે છે આંખમાં આંસુ? ચોંકાવનારું છે કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે. તેમ છતાં આપણે ડુંગળીના સ્વાદથી દૂર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ ભજિયા અને સલાડના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. ડુંગળી એટલે એક અત્યંત સાધારણ અને ગમે તેના ઘરમાં સરળતાથી મળી આવતી શાકભાજી છે.

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS

કોઈપણ વ્યક્તિનું ઘર એવું નહીં હોય જેના ઘરે તમને ડુંગળી ન મળે. આ એક અત્યંત સાધારણ શાકભાજી છે પરંતુ તેના વિના અનેક શાકભાજીનો સ્વાદ બગડી જાય છે. આ જ કારણ છે કે આપણા દેશમાં મોટાભાગની શાકભાજી જેવી પંજાબી શાકભાજીમાં ડુંગળી નાંખવામાં આવે છે. એટલું જ નહીં દેશના ખૂણે-ખૂણામાં ડુંગળીના ભજિયા અને ડુંગળીની કચોરીની ઘણી સારી ડિમાન્ડ છે. પરંતુ ડુંગળીની સાથે એક ખાસ મુશ્કેલી એ છે કે તેને કાપતાં સમયે આપણી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે.

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

આખરે કેમ બહુ રડાવે છે ડુંગળી:
અનેક ડુંગળી એવી હોય છે જે આપણી આંખો પર બહુ વધારે પ્રભાવ કરે છે. જેના કારણે ઈચ્છા ન હોવા છતાં પણ આંખમાંથી આંસુ નીકળવા લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ડુંગળીમાં એવી તે કઈ વસ્તુ હોય છે જેના કારણે આપણે રડવું પડે છે. આજે અમે તમને ડુંગળીમાં તત્વો વિશે જણાવી રહ્યા છીએ, જેના કારણે આપણી આંખોમાં આંસુ નીકળવા લાગે છે.

Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

ડુંગળીમાં મળી આવે છે ખાસ પ્રકારનું કેમિકલ:
ડુંગળી આપણી આંખોને પીડા પહોંચાડે છે. તેમ છતાં આપણે ડુંગળીના સ્વાદથી દૂર રહી શકતા નથી. ડુંગળી માત્ર શાકભાજીમાં ઉપયોગમાં લેવાતી નથી. પરંતુ ભજિયા અને સલાડના રૂપમાં પણ ડુંગળી મોટાપાયે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ડુંગળીમાં એક કેમિકલ મળી આવે છે જેને સાઈન-પ્રોપેંથિયલ-એસ-ઓક્સાઈડ કહેવાય છે.

ગરમીમાં કપડાં પહેર્યા વિના સુઈ જવાની આદત છે? તો ફરી આવી ભૂલ કરતા પહેલાં આ વાંચી લેજો

લેક્રાઈમેટ્રી-ફેક્ટર સિંથેસ એંજાઈમ છે જવાબદાર:
ડુંગળી કાપતાં સમયે આ કેમિકલ બહાર નીકળે છે. અને આપણી આંખોની લેક્રાઈમલ ગ્લેન્ડ પર અસર કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે આપણી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે. આ આખી પ્રક્રિયા માટે આપણા વૈજ્ઞાનિક પહેલાં એલીનેસ નામના એન્જાઈમને કારણ ગણાવતાં હતા. પરંતુ હવે ડુંગળીમાં લેક્રાઈમેટી-ફેક્ટર સિંથેસ નામનું નવું એન્જાઈમ મળી આવે છે. ડુંગળી કાપતાં સમયે તે બહાર નીકળે છે અને આપણી આંખોની સાથે સંપર્કમાં આવી જાય છે. જેના કારણે આપણે મજબૂરીમાં રડવું પડે છે.

અમેરિકાનું આ દેશ જોડે કેમ છેલ્લાં 20 વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ? અત્યાર સુધી થઈ ચૂક્યો છે 145 લાખ કરોડનો ખર્ચ

સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે ડુંગળી:
આપણી બધાની પસંદગીની ડુંગળીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ મળી આવે છે. ઘરે-ઘરે મળી આવતી ડુંગળીમાં અનેક પ્રકારના પોષક તત્વ, વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. એટલું જ નહીં ડુંગળીમાં કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ, વિટામિન સી, વિટામિન બી-6 અને ફાઈબર પણ હોય છે. આ તત્વ આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news