Emotional Story: 'મને કેન્સર છે, માતા-પિતાને ન જણાવતા', 6 વર્ષના માસૂમની વાત સાંભળી ભાવુક થયા ડોક્ટર
Hyderabad News: ડૉક્ટરોની સરખામણી પૃથ્વી પરના દૂતો સાથે કરવામાં આવે છે. જીવ બચાવનાર તબીબોને ક્યારેક લાગણીશીલ બનીને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. હૈદરાબાદમાં જ્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો ત્યારે ડોક્ટરની આંખોમાં આંસુ આવી ગયા.
Trending Photos
નવી દિલ્હીઃ Heart touching story: હૈદરાબાદમાં એક ડોક્ટર તે સમયે ભાવુક થઈ ગયા જ્યારે એક 6 વર્ષના બાળકો તેમને કહ્યું કે ડોક્ટર મને કેન્સર છે, પ્લીઝ આ વિશે મારા માતા-પિતાને ન જણાવજો. દર્દનાક કહાનીનું બીજું લાગણીશીલ પાસું એ હતું કે આ કિસ્સામાં બાળકના માતા-પિતાએ પણ ડૉક્ટરને વિનંતી કરી હતી કે તેઓ તેમના પુત્ર સાથે રોગની ગંભીરતા વિશે ચર્ચા ન કરે.
ડોક્ટરે સોશિયલ મીડિયા પર શેર કરી ઘટના
હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં કામ કરતા ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર ગુપ્તાએ તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ આંખમાં પાણી આવી જાય તેવી વાર્તા દુનિયા સાથે શેર કરી છે. માનવીય સંવેદનાઓને સારી રીતે સમજતા ડોક્ટરે કહ્યું કે નાના બાળક પાસેથી આટલી મોટી અને ગંભીર વાત ખૂબ જ સરળતાથી સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.
2. Please see him and advise your treatment, and don't share the diagnosis to him". I nodded my head, accepting their request.
Manu, on a wheelchair, was brought in. He was referred by his #oncologist for management of seizures.
He had a smile, appeared confident & smart.
— Dr Sudhir Kumar MD DM🇮🇳 (@hyderabaddoctor) January 4, 2023
તેણે આ ઈમોશનલ સ્ટોરી વિશે સોશિયલ મીડિયા પર લખ્યું, '6 વર્ષના બાળક મનુએ મને કહ્યું, ડોક્ટર, મને ગ્રેડ 4નું કેન્સર છે અને હું માત્ર 6 મહિના જ જીવીશ, મારા માતા-પિતાને આ વિશે કહો નહીં. જણાવો મેં આ બીમારી વિશે ઈન્ટરનેટ પર સાંભળ્યું હતું પરંતુ મેં મારા માતા-પિતાને આ વાત કહી નથી કારણ કે તેઓ મારા કારણે નારાજ થઈ જશે. તેઓ બંને મને ખૂબ પ્રેમ કરે છે, કૃપા કરીને તેમને કંઈ ન કહો.
ડોક્ટર સુધીરે આ માસૂમ બાળકની સાથે પોતાની વાતચીતની જાણકારી આપતા જણાવ્યું કે બ્રેન કેન્સરને કારણે મનુનું ઓપરેશન થયું હતું. ઓપીડીમાં તેના માતા-પિતાના કહેવા પર તે બાળકને મળ્યા. તેમણે આગળ કહ્યું- મેં તેમના માતાપિતાની વાત માનતા માથુ હલાવ્યું. બાળક વ્હીલચેર પર હતું. તે હસી રહ્યો હતો અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. ડોક્ટરે કહ્યુ કે, એક નાના બાળકે જે અંદાજમાં પોતાના માતા-પિતા પ્રત્યે પ્રેમ દેખાડ્યો તેણે મને ભાવુક કરી દીધો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે