દિલ્હી: IGI એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX ભરેલી બેગ મળી, સુરક્ષા વધારાઈ

ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX વિસ્ફોટકોથી ભરેલી એક શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષાકર્મીઓના હોશ ઉડ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

દિલ્હી: IGI એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX ભરેલી બેગ મળી, સુરક્ષા વધારાઈ

નવી દિલ્હી: ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 3 પર RDX વિસ્ફોટકોથી ભરેલી એક શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષાકર્મીઓના હોશ ઉડ્યા છે. આ ઘટના બાદ એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે રાતના લગભગ એક વાગ્યાની આસપાસ આ બેગ ટર્મિનલ 3 પર મળી આવી હતી. 

મળતી માહિતી મુજબ દિલ્હીના ઈન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પર રાતે એક વાગ્યાની આસપાસ ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળી આવતા અફરાતફરી મચી ગઈ.  CISF કોન્સ્ટેબલ વી કે સિંહને ટર્મિનલ 3ના અરાઈવલ એરિયામા પીલર ફોર નજીક એક બ્લેક કલરની ટ્રોલી બેગ લગભગ રાતે એક વાગ્યાની આસપાસ લાવારિસ સ્થિતિમાં મળી આવી. તેમણે તરત જ પોતાના શિફ્ટ ઈન્ચાર્જને આ અંગે જાણ કરી. ત્યારબાદ તેની ઈવીડી ચેકિંગ થયું અને તેમાં આરડીએક્સ હોવાના પોઝિટિવ સંકેત મળ્યાં.  

જુઓ LIVE TV

ડોગ 'ગાઈડ'એ પણ તે બેગનું ચેકિંગ કર્યું. આ તપાસમાં પણ વિસ્ફોટકો હોવાના સંકેત મળ્યાં. તત્કાળ બીડીડીએસની ટીમને બોલાવવામાં આવી અને સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો. મુસાફરો અને વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. ત્યારબાદ રાતે લગભગ દોઢ વાગે બીડીડીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બેગનો એક્સ રે કરાયો. ત્યારબાદ બેગને સુરક્ષિત રીતે થ્રેટ કાન્ટેમટેન્ટ વ્હીકલ દ્વારા એકાંત સ્થળે લઈ જવાઈ. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું. વહેલી સવારે 3 વાગે સર્ચ પૂરી થયા બાદ મુસાફરો અને વાહનોની અવરજવર શરૂ થઈ શકી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news