VIDEO : ચંપલ ચોરવાના રિવાજને કારણે મચી ધમાલ, દુલ્હાની થઈ ધુલાઈ અને તૂટી ગયા લગ્ન
મહારાષ્ટ્રમાં બની આ ચોંકાવનારી ઘટના
Trending Photos
નવી દિલ્હી (નરેન્દ્ર બંડબે) : લગ્નમાં ચંપલ ચોરવાના રિવાજને કારણે દુલ્હા અને દુલ્હનના પક્ષ વચ્ચે ખેંચતાણ બહુ સ્વાભાવિક છે પણ મહારાષ્ટ્રમાં આ રિવાજ જ ઝઘડાનું મોટું કારણ બની ગયો. આ વાત તો એટલી વધી કે દુલ્હાની ધોલાઈ કરવામાં આવી અને પછી લગ્ન તુટી ગયા હતા. આ ઘટનાનો હાજર લોકોએ વીડિયો બનાવી દીધો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. આ બાબતે હાલમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ચંપલ ચોરવાના રિવાજ પછી બંને પક્ષ વચ્ચે એટલો મોટો ઝઘડો થયો કે ચર્ચાનો અંત ધક્કા-મુક્કી તેમજ મારામારીમાં આ્વ્યો. આ ઝઘડો એટલો વધી ગયો કે બંને પક્ષોએ એકબીજાને લાકડીઓ મારવાનું શરૂ કરી દીધું અને પત્થરથી પણ મારામારી થવા લાગી. આ ઘટનામાં દલ્હાની પણ જોરદાર ધુલાઈ ગઈ.
આ મારામારી લગભગ દોઢ કલાક સુધી ચાલી. આખરે કોઈ સમાધાન ન થતા બંને પરિવારોએ સંબંધ તોડવાની ઇચ્છા જાહેર કરી અને છોકરાવાળા દુલ્હન વગર જ ઘરે પરત ફરી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે