કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગી હોવાના અહેવાલો છે.

કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે

કોલકાતા: પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાની એક સરકારી હોસ્પિટલમાં આગ લાગી હોવાના અહેવાલો છે. કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આગ એટલી ભીષણ છે કે તેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. રિપોર્ટ્સ મુજબ હોસ્પિટલમાંથી લગભગ 250 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. 

મળતી માહિતી મુજબ આજે સવારે કોલકાતાના મેડિકલ કોલેજના ફાર્મસી સ્ટોરમાં આગ લાગી ગઈ. આગની જ્વાળાઓને જોઈને ત્યાં અફડાતફડી મચી ગઈ હતી. દર્દીઓ અને તેમના સંબંધીઓએ શોર મચાવવાનો શરૂ કરી દીધો હતો. આ દરમિયાન પ્રશાસને ફાયર બ્રિગેડને જાણ કરી. સૂચના મળતા જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. હાલ 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ઈ છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે.શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું કહેવાય છે. 

— ANI (@ANI) October 3, 2018

અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત નથી. લગભગ તમામ દર્દીઓને સમયસર હોસ્પિટલમાંથી બહાર કાઢી લેવાયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ લગભગ 250 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news