નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ 1947ની કેબિનેટમાં સામેલ થાય?

ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની કેબિનેટમાં સામેલ કરવા માંગતા નહતાં? વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં.

નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ 1947ની કેબિનેટમાં સામેલ થાય?

નવી દિલ્હી: ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલને પોતાની કેબિનેટમાં સામેલ કરવા માંગતા નહતાં? વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં અને કેબિનેટની પહેલી યાદીમાંથી તેમને બહાર પણ કરી દીધા હતાં. જો કે કોંગ્રેસે પુસ્તકમાં કરાયેલા દાવાને ખોટો ગણાવતા નહેરુએ માઉન્ટબેટનને લખેલો પત્ર શેર કર્યો છે જેમાં પટેલનું નામ કેબિનેટ લિસ્ટમાં ટોપ પર છે. 

જયશંકરે ઉપરાછાપરી ટ્વીટ કરીને લખ્યું કે નિશ્ચિતપણે આ મુદ્દે ચર્ચાની જરૂર છે. મેં જાણ્યું કે લેખત આ ખુલાસા પર મક્કમ હતાં. અત્રે જણાવવાનું કે ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનારા વી પી મેનના જીવન પર નારાયણી બાસુ દ્વારા લખાયેલા પુસ્તક 'વી પી મેનન'નું જયશંકરે વિમોચન કર્યું હતું. 

— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 12, 2020

જયશંકરે એક ટ્વીટમાં લખ્યું કે રાજકારણનો ઈતિહાસ લખવા માટે પ્રમાણિક હોવું જોઈએ. તેમણે આ ટ્વીટમાં પુસ્તકમાં મેનનના શબ્દોને ટ્વીટ કરતા લખ્યું છે કે 'જ્યારે સરદારનું નિધન થયું, ત્યારે તેમની સ્મૃતિઓને ભૂંસી નાખવા માટે મોટું અભિયાન શરૂ થયું. મને આ ખબર હતી, કારણ કે મેં આ જોયું હતું અને હું તે સમયે પોતાને પીડિત મહેસૂસ કરતો હતો.'

— Jairam Ramesh (@Jairam_Ramesh) February 13, 2020

કોંગ્રેસે જયશંકરના દાવા પર ઉઠાવ્યાં સવાલ
પુસ્તકમાં નહેરુ અંગે કરાયેલા દાવા પર કોંગ્રેસે સવાલ ઉભા કર્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે અનેક ટ્વીટ કરીને વી પી મેનનની બાયોગ્રાફીમાં કરાયેલા દાવાને ખોટા ગણાવ્યાં છે. રમેશે 14 ઓગસ્ટ 1947ના એક લેટરને ટ્વીટ કરીને લખ્યું છે કે પટેલ નહેરુ બાદ કેબિનેટમાં બીજા નંબરે હતાં. રમેશે અનેક ટ્વીટ કરતા લખ્યું કે નહેરુ દ્વારા પટેલને કેબિનેટમાં સામેલ નહી કરવાની ખોટી ખબરોમાં અનેક લેટર અને દસ્તાવેજોને સાક્ષી તરીકે રજુ કરી રહ્યો છું. આ સત્ય છે. 

જુઓ LIVE TV

જયશંકરની ટ્વીટ પર રામચંદ્ર ગુહાએ પણ સાધ્યું નિશાન
જો કે જયશંકરની આ ટ્વીટ પર પ્રસિદ્ધ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ પણ નિશાન સાધ્યું છે. તેમણે તેમને આ અંગેની ચિંતા છોડી દેવાની સલાહ આપી દીધી. તેમણે એક ટ્વીટ કરીને લખ્યું કે આ એક મિથ્ય છે, પ્રોફેસર રાઘવન પોતાના લેખમાં આ દાવાને ખોટો બતાવી ચૂક્યા છે. આ અંગે જૂઠ્ઠાણાનો પ્રચાર કરવો વિદેશ મંત્રીનું કામ નથી. તેમણે આ કામ ભાજપના આઈટી સેલ માટે છોડી દેવુ જોઈએ. ગુહાની આ ટ્વીટ પર જયશંકરે પણ જવાબ આપ્યો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે 'કેટલાક વિદેશ મંત્રી પુસ્તકો પણ વાંચે છે. જે કેટલાક પ્રોફેસરો માટે પણ સારી વાત હોઈ શકે છે. આ મામલે હું તમને મારા દ્વારા ગઈ કાલે રિલીઝ કરાયેલી પુસ્તક વાંચવાની સલાહ આપું છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news