Paragliding કરતી વખતે છોકરીએ બોલ્યા આ શબ્દો, જે સાંભળીને તમે પણ હસી પડશો

કુછ તુફાની કરવાની વાત તો સૌ કોઈ કરતા હોય છે! પરંતુ ખરેખરમાં જ્યારે કંઇક કરવાનો સમય આવે છે ત્યારે ઘણા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. પેરાગ્લાઈડિંગવાળા છોકરો યાદ છે? જે જમીન પર લેન્ડ કરવા માટે પૈસા પણ આપવા તૈયાર હતો

Paragliding કરતી વખતે છોકરીએ બોલ્યા આ શબ્દો, જે સાંભળીને તમે પણ હસી પડશો

નવી દિલ્હી: કુછ તુફાની કરવાની વાત તો સૌ કોઈ કરતા હોય છે! પરંતુ ખરેખરમાં જ્યારે કંઇક કરવાનો સમય આવે છે ત્યારે ઘણા લોકોની હાલત ખરાબ થઈ જાય છે. પેરાગ્લાઈડિંગવાળા છોકરો યાદ છે? જે જમીન પર લેન્ડ કરવા માટે પૈસા પણ આપવા તૈયાર હતો. જો કે, હવે આ જ પ્રકારનો ઇન્ટરનેટ પર એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે. આ છોકરી પણ પેરાગ્લાઈડિંગ કરવા ગઈ હતી. પરંતુ હવામાં જતાની સાથે જ છોકરી બુમો પાડવા લાગે છે અને કહે છે ભાઈ ધીરે ચલાવો. એટલું જ નહીં વીડિયોમાં તે એવું કહેતી પણ જોવા મળી રહી છે કે, હજાર રૂપિયા લઇ લો પરંતુ મને નીચે ઉતારો...

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પેજ @incredible_himalya દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું કે, 'ખજ્જિયારથી વધુ એખ જબરજસ્ત પેરાગ્લાઈડિંગનો વીડિયો! એવું લાગી રહ્યું છે કે, આ લેન્ડ કરાવી દે વાળા ભાઈની બહેન છે!' આર્ટિકલ લખાય છે ત્યાં સુધીમાં આ વીડિયોને 18 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યો છે.

લગભગ આ સાડા ત્રણ મિનિટના વીડિયોમાં તમે છોકરીને પેરાગ્લાઈડિંગ કરવાની સાથે સાથે ઘણું બધું બોલતા પણ સાંભળી શકો છો. ક્યારેક તે પેરાગ્લાઈડિંગ કરનાર યુવકને ધીરે ચલાવા કહે છે, તો ક્યારેક બોલે છે કે, મને જલ્દી નીચે ઉતારી દો. મારા હાથ કાંપી રહ્યા છે. એટલું જ નહીં તે એવું પણ કહે છે કે, ભાઈ હું હજાર રૂપિયા આપીશ તમે મને નીચે ઉતારી દો...

આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. જેમાં કેટલાક યૂઝર્સે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે, આ છોકરી કારમાં બેઠી છે અને તે ડ્રાઇવરને ધીમે ચલાવવા કહી રહી છે. જ્યારે કેટલાક યૂઝર્સ એવું કહી રહ્યા છે કે, છોકરી એક્ટિંગ કરી રહી છે તેની ઓવર એક્ટિંગના પૈસા કાપો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news