ગોવાના સ્વાસ્થ્ય મંત્રીનો ખુલાસો, પર્રિકરને પેનક્રિયાટિક કેન્સર, પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર પેનક્રિયાટિક કેન્સરથી પીડાય છે અને હવે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ શનિવારે આ વાત જણાવી. રાણેએ ઉત્તર ગોવાના અલ્ડોનામાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું અને ત્યારબાદ કહ્યું કે તેમને પેનક્રિયાટિક કેન્સર છે. આ સચ્ચાઈમાં છૂપાવવા જેવું કઈ નથી.
Trending Photos
પણજી: ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર પેનક્રિયાટિક કેન્સરથી પીડાય છે અને હવે તે પોતાના પરિવાર સાથે સમય પસાર કરવા માંગે છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ શનિવારે આ વાત જણાવી. રાણેએ ઉત્તર ગોવાના અલ્ડોનામાં સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ધાટન કર્યું અને ત્યારબાદ કહ્યું કે તેમને પેનક્રિયાટિક કેન્સર છે. આ સચ્ચાઈમાં છૂપાવવા જેવું કઈ નથી.
પ્રદેશ સરકારે હજુ સુધી પર્રિકરના સ્વાસ્થ્યને લઈને કોઈ અધિકૃત નિવેદન જારી કર્યું નહતું કે કોઈ ટિપ્પણી કરી નહતી. નવી દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં સારવાર બાદ પર્રિકર હાલ પોતાના અંગત નિવાસસ્થાને સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યાં છે.
'સચ્ચાઈ એ છે કે તેઓ સ્વસ્થ નથી'
રાણેએ કહ્યું કે 'તેઓ એક મુખ્યમંત્રી છે અને સચ્ચાઈ એ છે કે તેઓ સ્વસ્થ નથી. પરંતુ તેમની હાલની સ્થિતિ શું છે? શું તમે જાણો છો કે તેઓ એમ્સમાંથી પાછા આવી ગયા છે. તેઓ તેમના પરિવાર સાથે છે. તેમને આરામ કરવા દો. મારું માનવું છે કે ગોવાના લોકોની સેવા કર્યા બાદ તેમનો આટલો તો અધિકાર છે.'
તેઓ ગોવા કોંગ્રેસના પ્રવક્તા જિતેન્દ્ર દેશપ્રભુની તે માગણી સંબંધિત પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતાં જેમાં કહેવાયું હતું કે પ્રદેશ સરકારે બીમાર મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે જાણકારી આપવી જોઈએ.
તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે
મંત્રીએ કહ્યું કે જિતેન્દ્ર દેશપ્રભુ જે ઈચ્છે તે બોલી શકે છે. આખુ ગોવા જાણે છે કે મુખ્યમંત્રીનું સ્વાસ્થ્ય બરાબર નથી. તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે. તેમના પરિવારે તેમના સ્વાસ્થ્ય અંગે ટિપ્પણી કરવી જોઈએ. રાણેએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પર્રિકરના જીવની પાછળ પડી છે. તેમણે કહ્યું કે એક વસ્તુ છે કે પ્રાઈવસીને આપણે જાળવી રાખવાની જરૂર છે.
શું છે આ પેનક્રિયાટિક કેન્સર?
પેનક્રિયાસ જેને ગુજરાતીમાં સ્વાદુપિંડ કહેવાય છે તેના કેન્સરને પેનક્રિયાટિક કેન્સર કહે છે. તેની શરૂઆતમાં તો ખબર જ નથી પડતી પણ ધીરે ધીરે જ્યારે દર્દી પૂરેપૂરી રીતે તેની ચપેટમાં આવી જાય ત્યારે તમને તેના થોડા લક્ષ્ણો જોવા મળે છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ યુનાઈટેડ સ્ટેટ્સમાં લગભગ 20 ટકા દર્દીઓને એક વર્ષ બાદ માલુમ પડ્યું કે તેઓ આ કેન્સરના ભોગ બન્યાં છે. આવું જ કઈંક ભારતીયોમાં પણ જોવા મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે