SPG સુરક્ષા કવર અંગે નવી ગાઈડલાઈન્સ, વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે એસપીજીની ટીમ

સરકારે SPG સુરક્ષા અંગે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી ગાઈડલાઈન્સ મુજબ હવે SPG વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે.

SPG સુરક્ષા કવર અંગે નવી ગાઈડલાઈન્સ, વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે એસપીજીની ટીમ

નવી દિલ્હી: સરકારે SPG સુરક્ષા અંગે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. નવી ગાઈડલાઈન્સ મુજબ હવે SPG વિદેશ પ્રવાસમાં પણ સાથે રહેશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગાંધી પરિવારના ત્રણ સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને જ એસપીજી કવર મળેલું છે. સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સ (એસપીજી)માં રહેતા દરેક વીવીઆઈપીએ આ વિશિષ્ટ સુરક્ષા કવરના સંપૂર્ણ નિયમોનું પાલન કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું કે જેને જેને એસપીજી કવર મળ્યું છે તેણે દરેક વખતે એસપીજી ટીમ પોતાની સાથે રાખવાની રહેશે. ભલે પછી તે વિદેશ પ્રવાસ કેમ ન હોય. 

SPG सुरक्षा को लेकर सरकार सख्त, नई गाइडलाइंस जारी, विदेशी दौरे पर साथ रहेगी SPG

સરકાર આ નિર્ણય એટલા માટે લીધો છે કે કારણ કે જેને જેને એસપીજી કવર મળ્યું છે તે જ્યારે પણ દેશની બહાર જતા ત્યારે પહેલા પોઈન્ટ સુધી જઈને પ્રાઈવસીનો હવાલો આપીને એસપીજીને પાછા મોકલી દેતા હતાં. સરકારે  સ્પષ્ટ કરી દીધુ કે જે લોકોને એસપીજી સુરક્ષા મળેલી છે તેઓ દેશની બહાર પણ દરેક સમયે એસપીજીના ઘેરામાં રહેશે અને વિદેશ પ્રવાસની પણ માહિતી સરકારને આપવાની રહેશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગાંધી પરિવારની કોઈ પણ વ્યક્તિ જ્યારે વિદેશ જાય છે ત્યારે સુરક્ષામાં ખડે પગે રહેતી એસપીજીની ટીમ એરપોર્ટથી પાછી આવી જતી હોય છે. કેન્દ્ર સરકારે આ સુરક્ષાને લઈને બેદરકારી ગણાવતા નિયમનું કડકાઈથી પાલન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાહુલ ગાંધી અત્યારે વિદેશમાં જ છે. તેમની સાથે એસપીજીની ટીમ ગઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news