ભારતને ડિફેન્સ પ્રોડક્શન હબ બનાવવા માટે પોલિસી તૈયાર, લડાયક વિમાન અને મિસાઇલ પર ફોકસ

ભારત વિશ્વનો સૌથી મોટો યુદ્ધ સામાન આયાતક દેશ છે ત્યારે હવે તે પગભર થવા તરફ પગ માંડી રહ્યું છે

ભારતને ડિફેન્સ પ્રોડક્શન હબ બનાવવા માટે પોલિસી તૈયાર, લડાયક વિમાન અને મિસાઇલ પર ફોકસ

નવી દિલ્હી : પોતાના સંરક્ષણની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે ભારતને હવે વધારે સૈન્ય સામાનની જરૂર પડશે. જ્યારે ભારતે મોટા ભાગનો સૈન્ય સામાન બીજા દેશોમાંથી આયાત કરવો પડે છે. હવે સરકાર આગામી 10 વર્ષમાં ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટા સૈન્ય ઉપકરણ બનાવનારા દેશોમાં સમાવિષ્ટ કરવા માંગે છે. આ ક્રમમાં ડિફેન્સ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીને મજબુત કરવા માટે ભારત સરકાર આગામી મહિને એક મહત્વપુર્ણ પોલિસીની જાહેરાત કરી શકે છે. 

અધિકારીક સુત્રોએ માહિતી આપી છે કે પોલીસીને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ મંજુરી માટે તેને કેન્દ્રીય કેબિનેટને મોકલવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે, ડિફેન્સ પ્રોડક્શન પોલિસી (DPP-2018)નું ફોકસ સેના માટે લડાયક વિમાનો, એટેક હેલિકોપ્ટર અને હથિયારોનું દેશમાં જ ઉત્પાદન કરવા અને તેના માટે જરૂરી ટેક્નોલોજીના વિકાસ માટે જરૂરી ટેક્નોલોજીનાં વિકાસ માટેનું અને તેના માટે જરૂરી સંસાધનોના વિકાસ માટેનું હશે. તેમણે જણાવ્યું કે,DPP-2018ને આવતા મહિને ઇશ્યું કરવામાં આવી શકે છે. 

ભારત સૌથી મોટુ આયાતક
પોલીસીનાં મુસદ્દા અનુસાર સરકાર 2025 સુધીમાં સૈન્ય સામાન અને સેવાઓના ટર્નઓવરને 1,70,000 કરોડ રૂપિયા સુધી પહોંચાડવા માંગે છે. માર્ચમાં સ્વીડનના એક થિંક ટેંકે પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગત્ત પાંચ વર્ષોમાં ભારત મિલિટરી હાર્ડવેરના વિશ્વનો સૌથી મોટો આયાતક દેશ બનેલો છે. રિપોર્ટ અનુસાર 2004-08ની તુલનામાં ગત્ત પાંચ વર્ષોમાં મોટા હથિયારોના આયાતમાં 111 ટકાનો વધારો થયો છે. 

આ નવી પોલિસીનો ઉદ્દેશ્ય
અધિકારીઓએ જણાવ્યું કે, DPPનો ઇરાદો તમામ મોટા પ્લેટફોર્મને દેશમાં જ વિકસિત કરવા પર હશે. જે ગત્ત છ દશકથી આયાત કરવામાં આવી રહ્યા છે. અધિકારીક આંકડાઓ અનુસાર છેલ્લા ચાર વર્ષોમાં ભારતમાં ઘણા સૈન્ય ઉપકરણો અને હથિયારો માટે વિદેશી અને સ્થાનિક કંપનીઓ સાથે 2.40 લાખ કરોડ રૂપિયાનાં 187 કોન્ટ્રાક્ટ કર્યા છે. જો કે તેમાંથી મોટા ભાગના પ્રોજેક્ટ્સમાં મોડું થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news