મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી: સૂત્ર

મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપવાના મુદ્દે કોંગ્રેસ અને એનસીપીના મંથન વચ્ચે મોટા સમાચાર આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી છે. નવ નવેમ્બરના રોજ ગત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.

મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક, રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી: સૂત્ર

નવી દિલ્હી: અત્રે જણાવવાનું કે ભાજપ પહેલા જ રાજ્યમાં સરકાર બનાવવાની ના પાડી ચૂકી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સોમવારે મોડી સાંજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પાર્ટી પ્રવક્તા નવાબ મલિકે મીડિયાકર્મીઓને કહ્યું હતું કે રાજ્યપાલે અમારા પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે અને સંકેત છે કે એક આમંત્રણ પત્ર અમને આપવામાં આવશે. કાલે અમે આગામી સરકાર બનાવવાના તરીકાઓ પર કોંગ્રેસ સાથે ચર્ચા કરીશું. 

આજના અન્ય એક ઘટનાક્રમમાં એનસીપીને સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ આપ્યા બાદ કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ આજે મુંબઈ જવાનું છે અને એનસીપી પ્રમુખ શરદ પવારને મળશે. કોંગ્રેસના નેતા કે સી વેણુગોપાલે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. એવા પણ અહેવાલ છે કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે ફોન પર વાત કરી છે. 

જુઓ LIVE VIDEO

કોંગ્રેસના નેતા  કે સી વેણુગોપાલે ટ્વીટ કરીને કહ્યું કે "આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીજીએ શરદ પવાર સાથે વાત કરી છે. હું, અહેમદ પટેલ અને મલ્લિકાર્જૂન  ખડગે શરદ પવાર સાથે આગળ વાતચીત માટે મુંબઈ જઈશું." 

અત્રે જણાવવાનું કે NCPને રાતે આઠ વાગ્યા સુધીમાં રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરવાનો છે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. ક્યારેક કોંગ્રેસ એમ કહેતી જોવા મળી કે રાજ્ય નેતૃત્વ તેના પર નિર્ણય લેશે તો ક્યારેક કોંગ્રેસ નેતાઓ પાર્ટી હાઈકમાન્ડ પર ટાળતા જોવા મળ્યાં. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 44 ધારાસભ્યો છે અને તેમાંથી 40 ધારાસભ્યો જયપુરમાં રોકાયા છે. 

આજે સવારે સોનિયા ગાંધીના નિવાસસ્થાને મહારાષ્ટ્રને લઈને એક બેઠક થઈ. આ બેઠકમાં એ કે એન્ટોની અને કેસી વેણુગોપાલ પહોંચ્યા હતાં. આ બેઠકમાં નક્કી થયું કે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મુંબઈ જશે. આમ તો એનસીપી અને કોંગ્રેસના નેતાઓમાં આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે.  જે ગઠબંધન પહેલાના સારા સંકેત નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news