Green tax: 8 વર્ષ જૂના વાહનો પર લાગશે ગ્રીન ટેક્સ, પરિવહન મંત્રાલયે પ્રસ્તાવને આપી મંજૂરી
Green tax: પ્રસ્તાવ પ્રમાણે પરિવહન સાથે જોડાયેલા આઠ વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટને રિન્યૂ કરાવવા દરમિયાન ગ્રીન ટેક્સ (Green Tax) આપવો પડશે. તો 15 વર્ષ જૂના ખાનગી વાહનોના નોંધણી સર્ટિફિકેટના રિન્યુઅલ પર પણ ગ્રીન ટેક્સ લાગશે.
Trending Photos
નવી દિલ્હીઃ પરિવહન (Transport) સાથે જોડાયેલા આ વર્ષથી જૂના બધા વાહનોએ ગ્રીન ટેક્સ આપવો પડશે. આ રોડ ટેક્સ (Road Tax) ના 10-25 ટકા ગોઈ શકે છે. પરિયાવરણ સુરક્ષા માટે ઘમા મહત્વના ફેરફારો હેઠળ કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય (Union Ministry of Road Transport and Highways) એ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પ્રસ્તાવને સૂચિત કર્યા પહેલા આ મામલામાં રાજ્યો પાસે સલાહ લેવામાં આવશે. પ્રસ્તાવને રાજ્યો પાસે મોકલવામાં આવી રહ્યો છે. પર્યાવરણની સુરક્ષાને લઈને મંત્રાલયનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય છે. આ હેઠળ 15 વર્ષથી વધુ જૂના તમામ સરકારી વાહનોની નોંધણી એક એપ્રિલ, 2022થી રદ્દ કરવામાં આવશે અને તે ભંગાર જાહેર થઈ જશે. જલદી તેનું નોટિફિકેશન જારી કરવામાં આવશે.
પ્રસ્તાવ પ્રમાણે પરિવહન સાથે જોડાયેલા આઠ વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટને રિન્યૂ કરાવવા દરમિયાન ગ્રીન ટેક્સ (Green Tax) આપવો પડશે. તો 15 વર્ષ જૂના ખાનગી વાહનોના નોંધણી સર્ટિફિકેટના રિન્યુઅલ પર પણ ગ્રીન ટેક્સ લાગશે. પરંતુ સિટી બસ જેવા જાહેર વાહનો પર ઓછો ગ્રીન ટેક્સ આપવો પડશે. ખુબ વધુ પ્રદુષિત શહેરમાં ગાડીઓની સંખ્યા ઓછી કરવા માટે ત્યાં વાહનોની નોંધણી પર રોડ ટેક્સના 50 ટકા સુધી ગ્રીન ટેક્સ આપવો પડી શકે છે. પરંતુ કૃષિ કાય્રમાં ઉપયોગ થનારા ટ્રેક્ટર તથા અન્ય વાહનોને ગ્રીન ટેક્સમાંથી છૂટ આપવામાં આવશે.
મંત્રાલય પ્રમાણે ગ્રીન ટેક્સથી થતી આવકને અલગ ખાતામાં રાખવામાં આવશે અને તેનો ઉપયોગ પ્રદુષણ પર કાબુ કરવા માટે કરવામાં આવશે. મંત્રાલય પ્રમાણે ગ્રીન ટેક્સ લાગવાથી અન્ય ફાયદા થશે. લોકો પ્રદુષણ ફેલાવનાર વાહનોનો ઉપયોગ ઓછો કરશે. ગ્રીન ટેક્સને કારણે લોકો નવા અને ઓછા પ્રદુષણ વાળા વાહન અપનાવશે.
અનુમાન પ્રમાણે વાહનોથી થતા પ્રદુષણમાં 65-70 ટકા ભાગીદારી કોમર્શિયલ વાહનોની હોય છે. કુલ વાહનોમાં કોમર્શિયલ વાહનોની સંખ્યા આશરે પાંચ ટકા છે. મંત્રાલયના અનુમાન પ્રમાણે વાહનોથી થનારા પ્રદુષણમાં વર્ષ 2000 પહેલા નિર્મિત વાહન 15 ટકાનું યોગદાન ધરાવે છે. પરંતુ કુલ વાહનોમાં તેની સંખ્યા એક ટકા કરતા પણ ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે