‘બાપ રે! આટલો ડર લાગે છે?’ કેજરીવાલે ટોણો મારી કહ્યું ભાજપને AAP નો નહીં જનતાનો ડર છે
Gujarat Assembly Election 2022: ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાનની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં યોજાઈ શકે છે.
- ગુજરાતમાં ભાજપની સક્રિયતા પર આપે ઉઠાવ્યાં સવાલ
- દિલ્લીન CM અરવિંદ કેજરીવાલે ભાજપને માર્યો ટોણો
- ‘બાપ રે! આટલો ડર લાગે છે?’ કેજરીવાલે કરી ટ્વીટ
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગરમાવો વધતો જાય છે. કારણકે, આ વખતે પરંપરાગત પક્ષો તરીકે જાણીતા ભાજપ-કોંગ્રેસ ઉપરાંત દિલ્લીથી ઉભરી આવેલી આમ આદમી પાર્ટી એટલેકે AAP પણ ચૂંટણીના મેદાનમાં ઉતરવાની છે. હાલમાંજ ભાજપે પોતાના કેન્દ્રીય મંત્રીઓને અને સિનિયર લીડર્સને ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે જવાની જવાબદારીઓ સોંપી છે. ત્યારે તેને લઈને કેજરીવાલ દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપને એવો ટોણો માર્યો છેકે, ‘બાપ રે! આટલો ડર લાગે છે?’ ભાજપને AAP નો નહીં હવે જનતાનો ડર છે...
खबर है कि गुजरात के हर ज़िले में बीजेपी एक एक केंद्रीय मंत्री या किसी मुख्यमंत्री की ड्यूटी लगा रही है। बाप रे! इतना डर?
ये डर आम आदमी पार्टी का नहीं है। ये डर गुजरात के लोगों का है जो बीजेपी से बहुत नाराज़ थे और अब तेज़ी से “आप” का दामन थाम रहे हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022
ઉલ્લેખનીય છેકે, ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાનની તારીખો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં યોજાઈ શકે છે. ગુજરાતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય સંઘર્ષ તેજ બન્યું છે. આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ભાજપના નેતૃત્વવાળી ગુજરાત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. કેજરીવાલે ટ્વીટ કરીને ભાજપને ટોણો માર્યો છેકે, ભાજપ ડરી ગયું છે.
કેજરીવાલે ગુરુવારે ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે- ‘એવા સમાચાર છે કે ગુજરાતના દરેક જિલ્લામાં ભાજપ કેન્દ્રીય મંત્રી અથવા કોઈ મુખ્યમંત્રીને કામે લગાડવામાં આવ્યા છે. બાપ રે! આટલો ડર?’ આ ટ્વીટમાં તેણે આગળ લખ્યું- ‘આ ડર આમ આદમી પાર્ટીનો નથી. આ ડર ગુજરાતના લોકોનો છે જેઓ ભાજપથી ખૂબ નારાજ હતા અને હવે ઝડપથી “આમ આદમી પાર્ટી”માં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસાદિયાએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા અરવિંદ કેજરીવાલને લખેલા પત્ર પર પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું હતું કે, જો ભાજપે ગાંધીજી-શાસ્ત્રીજીના બતાવેલા માર્ગ પર શાળાઓ બનાવી હોત, ખેડુતો માટે કંઈક કર્યું હોત તો સારું થાત.
CMએ પીએમને કેમ રિસીવ ન કર્યા?
મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ માટે ભીડ એકઠી થયા બાદ આ પત્ર લખવામાં આવ્યો છે કે મુખ્યમંત્રીને પીએમ કેમ રિસીવ ન કર્યા? લેફ્ટનન્ટ ગવર્નરના પત્રના જવાબમાં દિલ્હી સરકારે જવાબ આપ્યો છે કે સીએમ કેજરીવાલે છેલ્લા ઘણા વર્ષોમાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર જયંતિના કાર્યક્રમોમાં હંમેશા ભાગ લીધો છે.
LGની ભૂમિકા પર AAPએ ઉઠાવ્યા સવાલ-
આ વખતે મુખ્યમંત્રી 2 ઓક્ટોબરે ગુજરાતમાં હતા અને તેથી તેઓ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. દિલ્હી સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે એલજીના પત્ર પાછળનું કારણ સમજવું જરૂરી છે. CMએ બે દિવસ પહેલા જ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એક વિશાળ રેલીને સંબોધી હતી, જેના કારણે કેન્દ્રમાં બેઠેલા ભાજપના નેતાઓ ગુસ્સામાં છે. એલજીએ આ પત્ર કેન્દ્ર સરકારના નિર્દેશ પર લખ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે