Rain Forecast: આ વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન, પાછું વાવાઝોડાનું તોળાઈ રહ્યુ છે જોખમ, જાણો લેટેસ્ટ આગાહી
આજે પૂર્વ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો નવો દોર જોવા મળશે. આ સાથે જ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમ મધ્ય ભારતના ભાગોમાં ચોમાસાની વાપસી માટે સ્થિતિઓ અનુકૂળ રહેશે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં તડકો રહેશે અને લોકોએ ગરમીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત ગુજરાત માટે પણ જે આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો.
Trending Photos
આજે પૂર્વ ભારતના રાજ્યોમાં ભારે વરસાદનો નવો દોર જોવા મળશે. આ સાથે જ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમી અને પશ્ચિમ મધ્ય ભારતના ભાગોમાં ચોમાસાની વાપસી માટે સ્થિતિઓ અનુકૂળ રહેશે. જ્યારે દેશના કેટલાક ભાગોમાં તડકો રહેશે અને લોકોએ ગરમીનો સામનો કરવો પડશે. આઈએમડીના લેટેસ્ટ અપડેટ મુજબ બંગાળની ખાડી ઉપર બની રહેલું હળવા દબાણના ક્ષેત્રથી આ અઠવાડિયાના અંતે ગંગીય પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ જે આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો.
આઈએમડીના જણાવ્યાં મુજબ શુક્રવાર સુધીમાં પૂર્વમધ્ય ને તેની નજીક પૂર્વોત્તર બંગાળની ખાડીની ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની શક્યતા છે. ત્યારબાદ તે એક સારી રીતે ચિન્હિત ઓછા દબાણવાળું ક્ષેત્ર બનશે જે ઉત્તર-પશ્ચિમ તરફ ઉત્તરી ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે. આ હવામાન સિસ્ટમના કારણે 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગંગીય પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે.
ઓડિશા રાજ્યના હવામાન વિભાગે શુક્રવારે ક્યોંઝર, મયૂરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓમાં એક કે બે સ્થળો પર ભારે વર્ષા (7-11 સેમી) માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વાનુમાનમાં જતાવવામાં આવ્યું છે કે રાજ્યના બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, જગતસિંહપુર, કટક, ખોરઘા, પુરી, નયાગઢ અને ગંજમમાં કેટલાક સ્થળો પર વીજળી પડવાની સાથે તોફાન પણ આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે 30 સપ્ટેમ્બરથી આગામી ચાર દિવસ સુધી આખા ઓડિશામાં ભારે વરસાદની સંભાવના છે.
આ રાજ્યોમાં પડશે વરસાદ
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટ વેધર મુજબ આજે આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં મધ્યમથી ભારે વરસાદ શક્ય છે. ઓડિશા, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, આંતરિક કર્ણાટક અને મરાઠાવાડામાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ શક્ય છે. પૂર્વોત્તર ભારત,સિક્કિમ, બિહાર, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, વિદર્ભ, તમિલનાડુમાં હળવો વરસાદ અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં એક કે બે સ્થળો પર હળવો વરસાદ શક્ય છે. આજે કોંકણ અને ગોવા, કર્ણાટકના કાંઠા વિસ્તારો, કેરળ અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદની વકી છે.
ગુજરાતમાં માટે અંબાલાલની આગાહી
ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.
સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.
ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે.
રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે. 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે. 2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે.
અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે. તેમણે કહ્યું કે, સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે. હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે. જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે. ખેલૈયામાં અત્યારથી જ નવરાત્રિ માટે ઉત્સાહ છે એ સમયે વરસાદ રહ્યો તો નવલાં નોરતાં બગડી શકી છે. ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા. આ વર્ષે પણ એ સ્થિતિ રિપિટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યાં છે. એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરો પણ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે. એટલે જરા સાચવજો.
વાવાઝોડાની શક્યતા
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે.
આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે